ભારતીય ઑટો સેક્ટરમાં Renaultની Triber કાર લૉન્ચ કરવામાં આવી છે. આ કાર 7 સીટ વાળી કૉમ્પેક્ટ એમપીવી (મલ્ટી પરપઝ વ્હીકલ) છે, જેની લંબાઇ 4 મીટરથી ઓછી છે. કંપનીનો દાવો છે કે આ કાર રેનૉ ક્વિડ અને ડસ્ટર વચ્ચે ગેપને ભરશે. આ કારનો મુકાબલો હ્યુંડાઇની નવી લૉન્ચ Grand i10 Nios, મારૂતિ સુઝુકી અર્ટિગાથી થશે.

શું છે કિંમત: કારની કિંમતની વાત કરીએ તો તેની શરૂઆત 4.95 લાખ રૂપિયાથી થઇ રહી છે. આ ઉપરાંત આ કાર અન્ય ત્રણ વર્ઝનમાં ઉપલબ્ધ થશે. આ ત્રણ વર્ઝન- RXL, RXT અને RXZ છે. તેની કિંમત અનુક્રમે 5.49 લાખ, 5.99 લાખ અને 6.49 લાખ રૂપિયા છે.

આ કારના ઇન્ટીરિયરની વાત કરીએ તો તમને ડ્યુલ ટોન ડેશબોર્ડ ઉપરાંત 3 સ્પોક સ્ટિયરિંગ વીલ અને 3.5 ઇંચ સ્ક્રીન સાથે 8 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળી રહી છે. આ કારની 3 લાઇનમાં સીટો છે. ડ્રાઇવર સીટ લાઇન એડજસ્ટેબલ છે. જ્યારે બીજી લાઇન વાળી સીટ સ્લાઇડ કરી શકાય છે. આ ઉપરાંત ફોલ્ડ કરવાની સુવિધા છે. આ રીતે ત્રીજી લાઇનવાળી સીટોની જરૂરિયાતના હિસાબે કાઢીને સામાન મુકવા માટે પણ યુઝ કરી શકાય.સેફ્ટી માટે શું છે ખાસ: સેફ્ટીની વાત કરીએ તો Renault Triberમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ABS, રિયર પાર્કિંગ સેંસર અને સ્પીડ વૉર્નિંગ સિસ્ટમ જેવા ફિચર્સ આપવામા આવ્યાં છે. Renault Triberના હાયર વેરિએન્ટમાં રિવપ્સ પાર્કિંગ કેમેરા અને વધુ એરબેગ્સ પણ મળશે. મેકેનિકલ સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Renault Triberમાં Kwidના 1.0 લીટરનું અપગ્રેડેડ વર્ઝન, થ્રી સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન ઇન્ટરનેસનલ મોડલ જેવા કે Renault Clio અને Dacia Sanderoમાં ઉપયોગમાં લેવામાં આવે છે. લૉન્ચ સમયે આ કારમાં ફક્ત એક ટ્રાંસમિશન 5 સ્પીડ મેનુઅલ ગિયરબૉક્સ મળશે.