પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને આજે (ગુરુવારે) વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ સમિટ દરમિયાન બન્ને નેતાઓએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષી સંબંધો મજબૂત કરવાને લઈને વાતચીત કરી હતી. જેમા પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના વખાણ કરતા કહ્યું કે તમે જે રીતે ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓનું કોરોના મહામારી વચ્ચે ધ્યાન રાખ્યું તેના માટે હું આભારી છું. સામે પક્ષે ઓસ્ટ્રેલિયાના PM મોરિસને કહ્યું કે આપણે રૂબરૂ મળીશું તો ગળે જરૂર મળીશું અને ગુજરાતી ખીચડીનો સ્વાદ માણીશું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમારા નાગરિકોની અપેક્ષાઓ વધી ગઈ છે. લોકશાહી દેશ હોવાના કારણે આપણી ફરજ છે કે આપણે આ અપેક્ષાઓને પૂરી કરીએ. આજે જ્યારે અલગ-અલગ રીતે લોકશાહીના મૂલ્યોને નબળા બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે આપણે અરસ-પરસના સંબંધો વધારીને તેને મજબૂત કરી શકીએ તેમ છીએ. બન્ને દેશો વચ્ચે સતત ઉચ્ચ કક્ષાની વાતચીત થઈ રહી છે. એ નહીં કહું કે હું અરસ-પરસના સંબંધોની વિકાસની ગિતીથી હું સંતુષ્ટ છું. જો અમારી સાથેનો લીડર મિત્ર રાષ્ટ્રની આગેવાની કરી રહ્યો હોય તો આપણા સંબંધોના વિકાસની ગતિ ઝડપી બનવી જોઈએ. વિશ્વને કોરોના મહામારીમાંથી નિકળવા માટે એક કોર્ડિનેટિવ એપ્રોચની જરૂર છે. ભારતે આને અવરસ માન્યો છે. મોટા પાયે રિફોર્મની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. થોડા સમયમાં જ તેના પરીણામો દેખાશે. આવા સમયે તમે ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓનું ધ્યાન રાખ્યું તે માટે હું આભારી છું. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી આ વર્ષે જાન્યુઆરી અને મે મહિનામાં ભારત આવનાર હતા. પરંતુ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગવાના કારણે અને મે મહિનામા કોરોનાના કારણે ન આવી શક્યા. હવે બન્ને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલ સમિટ કરવાની સહમતિ બની હતી. આવું પ્રથમવાર બન્યુ છે જ્યારે પ્રધાનમંત્રી મોદી કોઈ વિદેશી નેતા સાથે દ્વિપક્ષી વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો હોય. આ ઓસ્ટ્રેલિાય સાથે આપણા મજબૂત સંબંધોને દર્શાવે છે.

Contribute Your Support by Sharing this News: