ઇન્સ્ટાગ્રામ ચેનલ એ એક બ્રોડકાસ્ટિંગ પ્લેટફોર્મ છે જ્યાં તમે શક્ય તેટલા લોકો સુધી તમારી રીલ્સ, ફોટા અને વિડિયો પહોંચાડી શકો છો
આ માટે તમારે ઈન્સ્ટાગ્રામમાં એક બ્રોડકાસ્ટ ચેનલ બનાવવી પડશે. ઇન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટ કેવી રીતે બનાવવું?
ગરવી તાકાત, તા. 08 – ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ એકદમ સામાન્ય બની ગયો છે, પરંતુ ઘણા લોકો હજી પણ રીલ્સ બનાવીને લાઇક્સ અને વ્યુઝ મેળવી શકતા નથી. અમે તમને એક એવી ટ્રિક જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે ઘણી બધી લાઈક્સ અને વ્યૂઝ મેળવીને મોટી કમાણી કરી શકશો. ઇન્સ્ટાગ્રામ ચેનલ એ એક બ્રોડકાસ્ટિંગ પ્લેટફોર્મ છે જ્યાં તમે શક્ય તેટલા લોકો સુધી તમારી રીલ્સ, ફોટા અને વિડિયો પહોંચાડી શકો છો. આ માટે તમારે ઈન્સ્ટાગ્રામમાં એક બ્રોડકાસ્ટ ચેનલ બનાવવી પડશે.
ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ એકદમ સામાન્ય બની ગયો છે. વૃદ્ધોથી લઈને બાળકો ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યા છે. મતલબ કે, Instagram એક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં લોકો દિવસમાં 4 થી 5 કલાક વિતાવે છે, પરંતુ ઘણા લોકો એવા છે જેઓ Instagram થી મોટી કમાણી પણ કરી રહ્યા છે. આ માટે દરરોજ રીલ્સ બનાવવી પડે છે. જોકે, વાસ્તવિકતા એ છે કે રીલ બનાવ્યા પછી પણ તેને લાઈક્સ અને વ્યુઝ નથી મળી રહ્યા. તેનો સ્પષ્ટ અર્થ છે કે લાઇક્સ અને વ્યૂ વિના તમે કમાણી કરી શકશો નહીં.
આવી સ્થિતિમાં અમે તમને એક એવી ટ્રિક જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે ઘણી બધી લાઈક્સ અને વ્યૂઝ મેળવીને મોટી કમાણી કરી શકશો. તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ ચેનલ એક બ્રોડકાસ્ટિંગ પ્લેટફોર્મ છે, જ્યાંથી તમે તમારી રીલ્સ અને ફોટો વીડિયો એકસાથે વધુ લોકો સાથે શેર કરી શકશો. આનાથી તમારા ફોટા, વીડિયો અને રીલ વધુને વધુ લોકો સુધી પહોંચશે.
ઇન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટ કેવી રીતે બનાવવું?
સૌથી પહેલા તમારે Instagram ઓપન કરો
આ પછી તમે જોશો કે ફીડના ઉપરના જમણા ખૂણે એક સેન્ડ અથવા મેસેન્જર બટન દેખાશે, જેને ટેપ કરવાનું રહેશે.
તેના પર ટૅપ કરો અને તમે જે કોન્ટેક્ટને બ્રોડકાસ્ટમાં શામેલ કરવા માંગો છો તેને સિલેક્ટ કરો.
આ પછી Create track પર ટેપ કરો.
અહીં તમે ચેનલનું નામ આપી શકો છો. આ પછી તમે તેના પર ફોટો લગાવી શકો છો.
આ રીતે તમારી ચેનલ તૈયાર થઈ જશે.
તમે આમાં લોકોને ઉમેરી શકો છો. તમે આમંત્રણ લિંક પણ મોકલી શકો છો.
તમને ચેટને કંટ્રોલ કરવાનો વિકલ્પ મળશે.