જણાવી દઈએ કે, તમન્ના સાઉથની સુપરહિટ એક્ટ્રેસ છે. તેમણે કેટલીક હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પરંતુ બોલીવુડમાં તેને સફળતા મળી નથી. હાલમાં જ તે પ્રભાસ સ્ટાર બાહુબલી-2માં નજર આવી હતી.
નવી દિલ્લી: બાહુબલીની એક્ટ્રેસ તમન્ના ભાટીયા હાલમાં સોશય મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. ત્યારે સોશલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટોને જોતા તમન્ના લગ્નની તૈયારી કરી રહી હોય એવું જણાય રહ્યું છે.
વાઈરલ થઈ રહેલા ફોટોમાં તે એક પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક સાથે ખરીદિ કરતી દેખાઈ રહી છે. સોશલ મીડિયા પર આ ફોટો સાથે એવા સમાચાર પણ વાયરલ થઈ રહ્યા છે કે બન્ને લગ્નની ખરીદિ કરી રહ્યા છે.
વાયરલ ફોટોમાં તમન્ના જ્વેલરીના શો રૂમમાં અબ્દુલ રઝાક સાથે ઉભેલી નજર આવી રહી છે. બન્નેની કેમેસ્ટ્રી ખૂબ જામી રહી હોય એવું જણાઈ રહ્યું છે.
પરંતુ લગ્નના સમાચાર ચોંકાવે તેવા છે કારણ કે, અબ્દુલ પહેલાથી જ પરિણિત છે અને તેના બે બાળકો પણ છે.
જો કે, આ ફોટો દુબઈના એક જ્વેલરી શો રૂમના ઓપનિંગનો છે. જેમાં બન્ને સાથે ખરીદી કરતા નજર આવી રહ્યા છે.
ખબરોની માનીએ તો આ ફોટો 2013નો છે અને આ બન્ને શોપિંગ નહીં પણ જ્વેલરી શો રૂમના ઓપનિંગ માટે ગયા હતા. તે વખતે આ ફોટો ખૂબજ વાયરલ થયો હતો અને હવે ચાર વર્ષ બાદ પણ થયો છે.