દુનિયામાં જોવા મળતા તમામ પ્રકારના જીવો માટે પાણી એ સૌથી મોટો આધાર છે. દરેક જીવને ઓછા વત્તા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. વિવિધતાથી ભરેલી આ દુનિયામાં એક એવુ પક્ષી છે જે વર્ષમાં માત્ર એક વખત પાણી પીવે છે. જેકોબિન કોયલ એક ચાતક પ્રકારનું પક્ષી છે. જાણકારો અનુસાર, આ પક્ષી માત્ર વરસાદનું જ પાણી પીવે છે. આના કારણે તે પપીહાના નામે પણ ઓળખાય છે. આ પક્ષી વરસાદનું પહેલુ ટીપુ જ પીવે છે. તે પછી તેને સરોવર વચ્ચે છોડવામાં આવે તો પણ પાણી પીતુ નથી.
લો બોલો… મોબાઈલના ચક્કરમાં દુલ્હનને જ ભુલા ગયા વરરાજા, વીડિયો વાયરલ ભારતમાં ચાતક પક્ષીની બે પ્રજાતિઓ જોવા મળે છે. આમાંથી એક દક્ષિણમાં અને બીજી ચોમાસાના પવનો સાથે અરબી સમુદ્ર પાર કરીને આફ્રિકાથી ઉત્તર અને મધ્ય ભારત તરફ આગળ વધે છે. આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ ક્લેમેટર જેકોબિનસ છે. ક્લેમેટરનો અર્થ છે બૂમો પાડવી થા છે. આ પક્ષી ખૂબ જ અવાજ કરે છે.
ચાતક પક્ષીઓ મુખ્યત્વે જંતુઓ ખાય છે. આ સિવાય તિત્તીધોડા-ભૃંગ વગેરે તેનો ખોરાક છે. આ પક્ષીઓ ઘણી વખત તેઓ ફળો પણ ખાય છે. આ પક્ષીની એક ખાસિયત એ પણ છે કે તે અન્ય પક્ષીઓના માળામાં પોતાના ઈંડા મૂકે છે. ચાતક આના માટે બબ્બલર અને બુલબુલના કદના પક્ષીઓની પસંદગી કરે છે. ચોમાસાના આગમન પહેલા ચાતક પક્ષી ઉત્તર ભારતના ભાગોમાં પહોંચી જાય છે. એટલે કે જે જગ્યાએ ચોમાસું આવવાનું હોય જગ્યાએ આ પક્ષી અગાઉથી જ પહોંચી જાય છે.