AAP ના ચૂંટણી ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ જાહેર

September 7, 2022

ગરવી તાકાત ગુજરાત :  આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન 2022નું બ્યુગલ ફૂંકી દીધું. વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે, ત્યારે તે પહેલા આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ રહી છે. એક તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં નિયમિત ચૂંટણીનો માહોલ જાળવી રહ્યાં છે. ત્યારે આપ પાર્ટીએ આજે વિધાનસભાની બેઠકો પર પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 10 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી. અત્યાર સુધી કુલ 29 ઉમેદવારોના નામ જાહેર.

— નવા જાહેર કરેલા ઉમેદવારના નામ :- (1) કલ્પેશ પટેલ – વેજલપુર બેઠક (2)  કૈલાસ ગઢવી – માંડવી કચ્છ (3) પ્રફુલ વસાવા – નાંદોદ (4) દિનેશ કાપડિયા – દાણીલીમડા (5) ડો. રમેશ પટેલ- ડીસા (6) વિજય ચાવડા – સાવલી (7) બીપીન ગામેતી – ખેડબ્રહ્મા (8) જીવન જીંગુ – પોરબંદર (9) અરવિંદ ગામીત 

ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, સૌના સાથથી સૌએ સાથે નિર્ણય કરીને અમે પહેલી યાદી બનાવી છે. પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કરાયા છે તેમાં તમામ સમાજ, ગ્રામીણ અને શહેરમાંથી સમાવેશ થાય તે ધ્યાન રખાયુ છે. આપ પાર્ટી યુનિક અને ટ્રેન્ડ સેટ કરનારી પાર્ટી છે. આપે ચૂંટણીના લાંબા સમય પહેલા ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરીને રાજનીતિમાં નવી પ્રથા અમલમાં મૂકી છે. વહેલા લિસ્ટ જાહેર કરવાનો પાર્ટીનો હેતુ એ છે કે, જે ઉમેદવારને ટિકિટ મળી છે તેને મતદારો સાથે સંપર્ક સાધવાનો યોગ્ય પ્રયાસ મળે.

જે ઉમેદવારને ટિકિટ મળે તે પોતાના મત વિસ્તારના વધુમાં વધુ લોકો સુધી પહોંચે, પોતાનો પરિચય આપે, પોતાની વાત પહોંચાડે, મતદારો પણ ઉમદેવારોને જાણે અને તેમની સાથે સંપર્ક બનાવે, બંનેને પૂરતો સમય મળે તે આશયથી અમે વહેલા ઉમેદવારોની જાહેરાત કરી છે.  મહત્વનું છે કે, ગુજરાત પ્રવાસે સત આવી રહેલા અરવિંદ કેજરીવાલે વિવિધ જાહેરાતો કરી રહ્યાં છે. તો ગુજરાતની જનતાને વિવિધ ગેરેન્ટી આપી રહ્યાં છે. પણ કરી છે..

જેમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીની ગેરંટી આપી.. જે યુવાનોને નોકરી નહી મળે તેમને 3 હજાર બેરોજગાર ભથ્થું પણ આપવાની કેજરીવાલે ગેરંટી આપી છે. સાથે જ જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો મફતમાં 300 યુનિટ વીજળી આપવાની પણ કેજરીવાલે જાહેરાત કરી છે. શિક્ષણ ક્ષેત્રે પણ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં જાહેરાત કરી છે. અગાઉ AAP પાર્ટીએ 19 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0