વિસનગરના કાજી આલીયાસણા ગામમાંથી રાત્રીના સમયે એક ખેડુતની કલ્ટી સાથે ટ્રેક્ટર ચોર ઉઠાવી ગયા હતા. ગત મંગળવારના રોજ ખેડુતે ગામની ડેરી પાસે રાત્રીના સમયે ટ્રેક્ટર પાર્ક કર્યુ હતુ. પરંતુ સવારે નજર કરતા ટ્રેક્ટર ગુમ થયેલુ માલુમ પડતા ખેડુતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો – બંધારણ દિવસ : જો છપ રહા હૈ વો વિજ્ઞાપન હૈ, જો છુપા રહે હૈ વો હી ખબર હૈ !
વિસનગરના આલીયાસણા ગામમાં ખેતી કરતા રમેશભાઈ હરિભાઈ ચૌધરીએ 24/11/2020 ના તેમના ટ્રેક્ટરને ડેરી પાસે પાર્ક કર્યુ હતુ. જેનો નંબર GJ-18-AR-2502 હતો. સવારે ખેતીના કામે જતા ટ્રેક્ટર પાર્ક કરેલી જગ્યાએ પહોંચતા ખેડુતને તેમનુ ટ્રેક્ટર ના મળતા તેમને ખ્યાલ આવી ગયો હતો કે, તેમનુ ટ્રેક્ટર ઉઠાઈ ગયુ છે. ચોરી થઈ ગયેલ ટ્રેક્ટર ફર્ગ્યુસન કંપનીનુ હતુ જેની કીંમત 2.50 લાખ હતી. ખેડુતે વિસનગર તાલુકા પોલીસને આ અંગે જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂ્ધ્ધ 379,114 મુજબ ગુનો દાખલ કરી ચોરની શોધખોળ શરૂ કરી હતી.