સુરત ખાતે આરટીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તારીખ 21 થી 24 નવેમ્બર સુધી ફોર વ્હીલર વાહનો માટે વાહનોના પંસદગી વાળા નંબરો માટે હરાજી કરવામાં આવશે. જ્યા તેમને જાહેરાતમાં જણાવ્યુ છે કે GJ05.RM સીરીઝના 1 થી લઈ 9999 નંબર સુધી લોકોની પંસદગી વાળા નંબરોની ઓનલાઈન હરાજી કરવામાં આવશે.
સુરત આરટીઓ દ્વારા કરાયેલ જાહેરાતમા જણાવાયુ છે કે આ હરાજી ઓનલાઈન હોવાથી પોતીની પંસદગી વાળા નંબરો ઈચ્છતા લોકોએ http:/parivahan.gov.in/fancy ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનુ રહેશે. જેનો સમયગાળો 21 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી નો રાખવામાં આવ્યો છે.હરાજીનું બિડિંગ તા.24 થી 26મી નવે. બપોરે 2.00 વાગ્યા સુધીમાં ઓપન થશે. તા.27 નવેમ્બર ના રોજ ફોર્મ જમા કરવાના રહેશે.