કડી માં શાળાઓની આસપાસ બેસી રહેતા ટપોરીઓ વિદ્યાર્થિનીઓને હેરાન કરતા હોવાની રાવ ઉઠી

શેર કરવા અહીં ક્લિક કરો.

— વી.એચ.પી.દ્વારા કડી પી.આઇ.સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી :

— કડી માં શાળાઓની બહાર અડીંગો જમાવતા ટપોરીઓ સામે કાર્યવાહી માંગ :

ગરવી તાકાત મહેસાણા :  કડી શહેરમાં આવેલ જુદીજુદી શાળાઓની બહાર અડીંગો જમાવતા ટપોરીઓ સામે કડક પગલાં ભરવા રાવ ઉઠવા પામી છે.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કડી પી.આઇ. સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહી ની માંગણી કરાઇ છે.
કડી શહેર કોટન સિટી અને શૈક્ષણિક સંકુલ ના લીધે સમગ્ર રાજ્ય સહિત દેશ વિદેશ માં પ્રખ્યાત છે.કડી શહેરમાં સર્વ વિદ્યાલય કેમ્પસ,મેઘના કેમ્પસ,ડી.જે.વિદ્યાલય અને આદર્શ વિદ્યાલય જેવી રાજ્યમાં નામચીન શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે જ્યાં સમગ્ર રાજયના બાળકો સર્વાંગી વિકાસ માટે અભ્યાસ કરવા આવે છે.કડી ની શૈક્ષણિક સંસ્થાઓમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થી ઓ અને વિદ્યાર્થિની ઓ અભ્યાસ કરી પોતાના ઘડતર કરી રહી છે પરંતુ શાળાઓની બહાર અડીંગો જમાવીને બેસતા ટપોરીઓથી શાળામાં અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થીનીઓ પરેશાન થઈ ઊઠી હોવાની બૂમરાડ શહેરભરમાં ઉઠવા પામી છે.શાળાઓની બહાર અડીંગો જમાવતા ટપોરીઓ સામે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને પડ્યું છે.
વી.એચ.પી.એ લેખિત રજૂઆત કરી આવા તત્વો સામે કાયદાકીય પગલાં લેવા માગણી કરી છે. વી.એચ.પી. એ કડી પી.આઇ. સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા કહ્યું કે કડી શહેરની શાળાઓની અંદર તથા શાળાના ગેટ બહાર અસમાજિક તત્વો ટપોરીઓ દ્વારા અડીંગો જમાવીને બેસી રહે છે તેઓ શાળા શરૂ થવાના અને છૂટવાના સમયે વિદ્યાર્થીનીઓ નો પીછો કરી,તેઓની છેડતી કરી તેમને હેરાન કરી રહ્યા છે આ ઉપરાંત તેઓ છોકરીઓનો પીછો કરી જબરદસ્તી થી પ્રેમ સબંધ બાંધવા દબાણ કરી તેમનાઘર સુધી પીછો કરી તેમનું એડ્રેસ જાણી તેમના ઘરના બહાર આંટા ફેરા કરી તેમના ઘર બહાર નીકળવાનું મુશ્કેલ કરી દે છે
તથા છોકરીઓના ફોટા પાડી ને ફોટા એડિટીગ કરી બ્લેકમેઇલ તથા લવ જેહાદ નો એજન્ડા ચલાવવા સહિતની નિમ્ન સ્તર ની પ્રવુતિઓ કરવામાં આવતી હોવાથી સમાજમાં મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે જેથી આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી શહેરમાં શાંતિ નો માહોલ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા માંગણી કરાઇ છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.