સુરત માં અચાનકજ ચાલુ ગાડી માજ આગ લાગી,ચાર લોકો નો બચાવ.

ગમ્યું તો આગળ શેર કરો.

 ગરવીતાકાત  સુરત: શહેરના કતારગામમાં ચાલુ ગાડીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જોત-જોતામાં ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી.સુરતના કતારગામની આ ઘટના છે, જ્યાં ચાલુ ગાડીમાં આગ લાગી હતી. જેના પગલે ગાડીમાં સવાર ચાર લોકો બહાર નીકળી ગયા હતા, જેમનો બચાવ થયો છે. જ્યારે ઘટનાને પગલે સ્થાનિક લોકોનું ટોળું ભેગું થઇ ગયું અને આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.જોકે, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે, શોટ સર્કિટને લીધે ગાડીમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પ્રકારે શોર્ટ સર્કિટને લીધે ગાડીમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે.ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી

ગમ્યું તો આગળ શેર કરો.