મહેસાણા નગરપાલિકા દ્વારા રાધનપુર રોડ પર આવેલા કોમ્પ્લેક્સને સીલ માર્યું હતું
નગરપાલિકા દ્વારા સીલ માર્યા બાદ શો-રુમ અને દવાખાનાનો સામાન કાઢવા પેટે પાંચ લાખનો તોડ કર્યાની પણ ચર્ચા
ગરવી તાકાત, મહેસાણા તા. 06 – થોડાક સમય અગાઉ મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ એક શોપિંગ સેન્ટરમાં સેલ્સ ઇન્ડીયા ધમધમી રહ્યું હતું. જ્યારે ઉપરના માળે તબીબી સેવા આપતું હોસ્ધપિટલ ચાલતું હતું. આ શોપીંગ સેન્ટરને મહેસાણા નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર હોવાનું કહી નોટીસ આપ્યાં બાદ સીલ મારવામાં આવ્યું હતું. ત્યારે સેલ્સ ઇન્ડીયાના ઇલેકટ્રોનિકસના માલિક અને હોસ્પિટલના તબીબ દ્વારા તેમાં રહેલો ઇલેક્ટ્રોનિક્સ સામાન તેમજ હોસ્પિટલના તબીબના સારવારના સાધન કાઢવા માટે મહેસાણા પાલિકાના જવાબદાર વિભાગમાં જાણ કરવામાં આવી હતી અને પોતાનો સામાન કાઢવા માટે જણાવ્યું હતું. ત્યારે પાલિકા દ્વારા સીલ મારવામાં આવેલ ઓફિસ, દુકાન, શો-રુમ સહિત જ્યાં પાલિકામાં જે તે બાબતનું નિરાકરણ ન આવે કે પછી કોર્ટનો આદેશ ન થાય ત્યાં સુધી મારેલું સીલ ખોલી શકાતું નથી. પરંતુ મહેસાણા નગરપાલિકા દ્વારા મારેલું સીલ ખોલી ઇલકટ્રોનિક્સનો સામાન કાઢવા તેમજ તબીબનો સંશાધનો કાઢવા માટે સીલ ખોલી નાખવામાં આવ્યું હોવાના તેમજ સીલ ખોલવા પેટે ૪ લાખ રુપિયાની રોકડી મહેસાણા નગરપાલિકા દ્વારા કરવામાં આવી હોવાનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
હવે જ્યારે ૪ લાખ રુપિયાની બારોબાર રોકડી કરી લીધાની ચર્ચાનો આ મુદ્દો માત્ર ચાર લાખ રુપિયાથી અટકતો ન હોય તેમ જ્યારે મહેસાણા નગરપાલિકા દ્વારા મહેસાણા રાધનપુર રોડ પર આવેલ આ કોમ્પ્લેક્સનું સીલ ખોલવામાં આવ્યું હતું. આ કોમ્પ્લેક્સમાં મારેલું સીલ ખોલવા પેટે મહેસાણા નગરપાલિકા દ્વારા રુપિયા ૩૫ લાખની બારોબાર લ્હાણી કરી માલામાલા થયા હોવાનો વિષયે પણ સમગ્ર શહેરભરમાં ભારે ચર્ચા જગાવી મુકી છે. ત્યારે મહત્વની બાબત એ છે કે, જાે કોમ્પલેક્સ ગેરકાયદેસર ન હતું તો શા માટે સીલ મારવામાં આવ્યું અને સીલ માર્યા બાદ મહેસાણા નગરપાલિકા દ્વારા કઇ શરત, કયા કૃણી લાગણીના આધારે નૈતિકતા દાખવીને આ સીલ ફરીથી ખોલી આપવામાં આવ્યું આવા અનેક સવાલો શહેરની જનતા જર્નાદનમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
જ્યારે આ બાબતે મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૌતિક ભટ્ટ દ્વારા જાે આ ગેરકાયદેસર શોપીંગ સેન્ટરનું શીલ ખોલવામાં આવ્યું તો પછી સીલ મારેલ તમામ દુકાનદારોના સીલ ખોલવાનો મુદ્દો ઉઠાવ્યોં છે. જેમાં વહીવટની રાહનો ઉલ્લેખ કરતો પત્ર મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ જિલ્લા કલેકટરને પાઠવવામાં આવ્યો છે. મહેસાણાના રાધનપુર રોડ પર જે રીતે કોમ્પલેક્સનું સીલ ખોલવામાં આવ્યું છે તે રોડ પર આવેલું અન્ય એક શોપીંગ સેન્ટરને પણ સીલ મારવામાં આવ્યું છે ત્યારે આ કોમ્પ્લેક્સનું સીલ પણ ખોલી નાખવામાં આવે તેવી માંગ કરી છે. જ્યારે મહેસાણા નગરપાલિકા દ્વારા જે ૩૫ લાખની બારોબાર રોકડી કરી લીધા હોવાના થઇ રહેલા આક્ષેપો છે કે પછી સત્ય તે બાબતની સચોટ તપાસની પણ માંગ કરવામાં આવી છે. જાે માંગ સ્વીકારવામાં નહી આવે તો વિશાળ રેલી યોજી ગાંધીનગર કૂચ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ત્યારે મહેસાણા નગરપાલિકા પર ઉઠી રહેલા સવાલો અને આક્ષેપો વચ્ચે આ બાબતની સચોટ તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય તેમ છે. જેમાં કોઇ મહેસાણા નગરપાલિકાના કોઇ અધિકારીએ ખેેલ પાડ્યો છે કે કોઇ ટાઉન પ્લાનીંગ કમિટીના કોઇ પદાધિકારીએ આ ખેંલ પાડ્યો છે કે પછી મહેસાણા નગરપાલિકાના કોઇ કર્મચારી દ્વારા આ ખેંલ પાડવામાં આવ્યો છે તે બાબત સ્પષ્ટ થઇ જાય તેમ છે તેમજ આ બાબતમાં કોઇ તથ્ય છે કે પછી આ આક્ષેપો માત્રને માત્ર પાયાવિહોણા છે તે બાબત પણ સપાટી પર આવી જાય ત્યારે હવે જાેવું રહ્યું કે આ બાબતની કોઇ તપાસ કરવામાં આવે છે કે પછી ‘‘તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ’’ની નિતી અપનાવવામાં આવે છે.