ભારતની સાથે વિશ્વભરમાં કોરોના પોઝીટીવની સંખ્યા વધવા લાગી છે અને તે 75 લાખના આંકડાને પાર કરી ગઇ છે. વર્લ્ડોમીટરના આંકડા મુજબ અમેરિકા સંક્રમીત લોકોની સંખ્યામાં 20.66 લાખ કેસ સાથે નંબર વન છે. પરંતુ તે વચ્ચે પણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે 19 તારીખથી ફરી એક વખત તેનો ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી રહ્યા છે.

અમેરિકા બાદ બ્રાઝીલમાં 7.75 લાખ લોકો કોરોના સંક્રમીત થયા છે અને ત્રીજો ક્રમ રશિયાનો આવે છે જ્યાં પાંચ લાખથી વધુ લોકોને કોરોના પોઝીટીવ જાહેર થયો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 4.21 લાખ લોકો કોરોનાનો ભોગ બનીને મૃત્યુ પામ્યા છે. બીજી તરફ બ્રિટીશ સરકારે હવે લોકડાઉનને હળવુ બનાવવા સપોર્ટ બબલની નવી સ્કીમ તૈયાર કરી છે. જેમાં લોકો સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની સાથે એક બીજાના ઘરની મુલાકાત લઇ શકશે અને તેમાં જો કોઇ કોરોના લક્ષણો જણાશે તો સેલ્ફ આઈલોલેશનમાં જશે. પાકિસ્તાનમાં પણ કોરોના પોઝીટીવનો આંકડો 1.19 લાખ થયો છે. બ્રાઝીલમાં મૃત્યુઆંક 40 હજારથી વધી ગયો છે. શ્રીલંકાએ તેની ચૂંટણી વધુ એક વખત મુલત્વી રાખી છે.