— કડીમાં સૌએ એકબીજાને રંગોથી તરબોળ કરીને એકમેકના જીવનમાં ઉમંગનો રંગ ભરી દીધો..
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકામાં ઠેર ઠેર હોલિકા દહનની હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી કોરોના બીમારીને ભૂલી જઈને સમગ્ર ગામલોકો તથા તાલુકામાં હોળીનો તહેવાર ઉજવાય સાંજના સમયે હોળી દહન કરવામાં આવેલ હતું જેમાં મોટી સંખ્યા મા લોકો ઉમટી પડતાં રંગોનો તહેવાર ગણાતા આ તહેવાર ને ભાઈચારાની ભાવના થી રંગીન બનાવી દિધો હતો. મુહૂર્ત મુજબ પંડિતોના મંત્રોચાર વચે હોળીકા દહન કરવામાં આવ્યું હતું કહેવાય છે કે બુરાઈ પર સચાઈની જીત થતાં ની ખુશીમાં હોળીકા દહન સર્વે હિન્દુ વિસ્તાર માં કરવામાં આવે છે આ પવિત્ર તહેવારમાં વર્ષ દરમિયાન થયેલ ભેદભાવ ભૂલી બધા એકમેકને ભાઈચારાની ભાવનાથી અપનાવે છે.
બીજા દિવસે ઉલ્લાસભેર ઉજવવાનો તહેવાર ધુળેટી ના દીવસે હોળી-ધુળેટીનું પર્વ એટલે રંગોત્સવ, વસંતોત્સવ. રંગોની છોળોથી ભીંજાઈને ઉરમાં ઉમંગો છલકાવવાનો ઉત્સવ એટલે ધુળેટી! બુરા ના માનો હોલી હૈ.. કહેવતની જેમ ધુળેટીના તહેવારમાં કડવાશ ભૂલી એકબીજાને અબીલ, ગુલાલ, કેસૂડાંની સાથે વિધવિધ રંગો લગાવી કે પિચકારી ભરી સરરરર કરતા મારવાનો આનંદ અનેરો છે. આપણે ગુજરાતમાં તો ધુળેટી રમી લીધા બાદ લેવાતા રાસ-ગરબા તહેવારની મજાને બમણી કરી દે છે.
કોરોનાની વિદાય સાથે જ ઉત્સવપ્રિય કડી શહેરે મોંઘવારી અને મંદીનો માર તથા તમામ દુઃખ દર્દોને કોરાણે મૂકી હોળી ધુળેટીની શાનદાર ઉજવણી કરી હતી.ધૂળેટી ના દીવસે મોજ મસ્તી અને ધમાલ સાથે રંગારંગ ઉજવણી કરી હતી. વૃદ્ધ સહિત સૌ કોઈ એકબીજા પર રંગો ઉડાડીને આત્મીયતાના રંગે રંગાયા હતા.અને લોકો ડી.જે ના તાલે હોળી ની સાથે ગરબે પણ ગુમ્યા હતા.લોકોએ ભયમુક્ત બનીને હોળી ધુળેટીની રંગારંગ ઉજવણી કરી હતી.
તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી