મહેસાણા જીલ્લાના લીંચ ગામમાં આવેલ ગાંધી કોર્પોરેશનના ગોડાઉનમાં કોઈ અજાણ્યા શખ્સો ઉપર તારીખ 10/09/2020 ના રોજ મંડપ તથા ડોમ સ્ટ્રક્ચરની ચોરીનો કેસ નોંધાયેલ હતો. જેમાં આ ચોરીનો ભેદ ઉકેલવા એસ.ઓ.જી તરફથી એક ટીમ બનાવી આ ચોરીના કેસના આરોપીને દિન 2 માં જ ઝડપી લેવામાં આવ્યા છે. આ ચોરીના આરોપીઓને ઝડપી પાડી તેમનો કોરોના ટેસ્ટ કરાવી કાયદેસરની કાર્યવાહી સરૂ કરી દેવામાં આવી છે.
આ ગોડાઉનનમા પડેલા લોંખંડની પાઈપો 1900 નંગ હતી જેની કીમંત 15,00,000 તથા લોખંડની ફેમો નંગ 300 કી. રૂ આશરે 4,00,000 મળી કુલ રૂ. 19,00,000 ના સર-સામાન ની ચોરી થયાની ફરિયાદ નોંધાતા જ મહેસાણા પોલીસના એસ.ઓ.જી. તરફથી પી.આઈ. બી.એમ. પટેલ દ્વારા તપાસ ચાલી રહી હતી. જેમાં પોલીસને બાતમી મળેલી હતી કે જગદીશ હરચંદજી ઠાકોર, કિશન હરચંદજી ઠાકોર, શૈલેષ ચતુરજી ઠાકોર અને ભરત રાયસંગજી ઠાકોર તમામ રહે – લીંચનાઓ એ આ ચોરી કરેલ છે. જેથી આ બાતમી આધારે તેમને પકડી પાડી તેમની પુછપરછ કરતા આરોપીઓએ ચોરીની કબુલાત કરી દીધેલ હતી.
આ ચોરીના આરોપીઓને મુદ્દા માલની પુછપુરછ કરતા તેમને 117 પાઈપો ગામના સીમમાં આવેલા ખેતરમાં છુપાવી રાખી હોવાનુ જણાવતા સ્થળે પહોંચી પોલીસે કુલ 117 પાઈપો જેની અંદાજીત રકમ 81,900 છે જે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.