ગરવી તાકાત,લાંઘણજ

લોકડાઉનમાં જ્યારે બધા નાનાૃમોટા ધંધાઓ મંદીની હાલતમાં છે, એવામાં દુકાનોમાં અને ગોડાઉનમાં ચોરી થવાના બનાવો સામે આવી રહ્યા છે. એવામાં મહેસાણાના લીંચ ખાતેના ગાંધી કોર્પોરેશન ગોડાઉનને તસ્કરોએ નીશાન બનાવી ડોમ તેમજ સ્ટ્રક્ચર બનાવવાના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયેલ હતા.

આ પણ વાંચો – મંદીરમાં હવે ભગવાન પણ સુરક્ષીત નથી રહ્યા, સતલાસણાના એક મંદીરમાં 296000 ની લુંટ

ગોડાઉનના સુપરવાઈઝર ધનરાજ કીકાજી ચંડેલના જણાવ્યા અનુસાર તારીખ 26/07/2020 ના રોજ સવારે 11 કલાકે જ્યારે તે ગોડાઉનમાં ગયા ત્યારે તેમને ગો઼ડાઉનના છતના પતરા તુટેલા જોવા મળ્યા હતા. અને ગોડાઉનમાં રાખેલ મંડપની પાઈપો તેમજ ડોમ,સ્ટ્રક્ચરનો સામાન ગાયબ જોવા મળ્યો હતો. જેમાં લોંખંડની પાઈપો 1900 નંગ હતી જેની કીમંત 15,00,000 તથા લોખંડની ફેમો નંગ 300  કીરૂ આશરે 4,00,000 મળી કુલ રૂ. 19,00,000 ના સર-સામાન ગાયબ થયેલો જોવા મળતા, તેમને તુરંત જ તેમને ગોડાઉનના માલિક હેમુભાઈ ગાંધીને જાણ કરી દીધેલી હતી. 

આમ આ આ ચોરીના બનાવવની જાણ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સો વિરૂધ્ધ આઈ. પી. સી. ની  કલમ 454,457,380 મુજબ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: