ગરવીતાકાત,થરાદ 

ગત રાત્રીના સમય થરાદના ડૂવા ખાતે આવેલ જૈન દેરાસરમાં  અજાણ્યા ઇસમો દ્વારા અંધારાનો લાભ લઇને દેરાસરમાં ગર્ભગૃહ રાખેલી પંચધાતુની 14 જૂની મૂર્તિઓ  અને દેરાસરમાં રહેલી દાનપેટી માં રોકડ રકમ આશરે 5000 અજાણ્યા ઇસમો ચોરી ગયા હોવાની ઘટના સામે આવી છે, દેરાસરના તાળા અને દાનપેટી તૂટેલી હોવાથી મંદિરમાં રહેલ સીસીટીવી ફૂટેજની તપાસ કરતા  આ ચોરી રાત્રીના દોઢ થી અઢી વાગ્યાથી સમય દરમિયાન બે ચોરોઓ એ ચોરી કરી હોવાનું  સીસીટીવીમાં જણાતા  જેથી થરાદ પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવી ફૂટેજ લઈને ચોરોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી હતી

Contribute Your Support by Sharing this News: