પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગર્વીતાકાત,મહેસાણા: મહેસાણાની રમોસના ચોકડી-ગંગાસાગર સોસાયટી માંથી બાઈક ની ચોરી થતા પોલીસ ફરિયાદ થઇ હતી. ફરિયાદી જુનેદ મહમદ અમીનખાન પઠાણ ઉ.વ.૪૨ ની પોલીસ ફરિયાદ માં જણાવ્યા પ્રમાણે તેમની સોસાયટી માં મોડી રાત્રે તસ્કરો બાઈક ઉઠાવી ગયા હતા.કોઈ આજાણ્યા શકસો ૨૫મિ ઓગસ્ટ ની રાત્રે ગંગા સાગર સોસાયટી માં પાર્ક કરેલ રૂ:-૨૦ હજારનું જીજે.૦૨.બીએન.૬૪૦૮ નંબરનું બાઈક કાળા કલરનું હોન્ડા પેસન ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.આ અંગે પઠાણ જુનેદ મહમદ અમીનખાને અજાણ્યા સખ્સો વિરુદ્ધ મહેસાણા બી-ડીવીઝન પોલીસ મથકે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને પગલે અજાણ્યા શકશો વિરુદ્ધ વાહન ચોરીનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.