ચોર હવે ભગવાનના મંદિરો પણ નથી છોડતા મોડાસાના મોટી ઇસરોલ ગામે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરમાં  દરવાજાનું તાળું તોડી મંદિર માં રાખેલ શિવલિંગ ઉપર નો અંદાજે ૮ કિલોનો પંચધાતુ નો  નાગ ચોરો ઉઠાવી લઈ ભાગી છુટ્યા હતા આ બનાવ અંગે  મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન માં  ફરિયાદ દાખલ કરાઈ છે પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામ માં મોડી રાત્રે ચોરો ગામમાં આવેલા મોટેશ્વર મહાદેવ મંદિરમાં  ત્રાટક્યા હતા મંદિરના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો મંદિરમાં રખાયેલ શિવલિંગ ઉપર નો પંચધાતુ નો નાગ જેની અંદાજે કિંમત ૧૦ હજાર છે જેની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા  કોઈ અજાણ્યા ચોરો મંદિરમાં મોટી ચોરીના ઇરાદે આવ્યા હતા પરંતુ  કોઈ હાથ ન લાગતાં ભગવાન શિવ નો પંચધાતુ નો નાગ ઉઠાવી ગયા હતા ગ્રામજનોએ આસપાસમાં તપાસ કરી હતી પણ કોઈ માહિતી ન મળતાં આ બનાવ અંગે સદાભાઇ ધરમાભાઈ પટેલ (રહે મોટીઇસરોલ તાલુકો મોડાસા) મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે કોઈ અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Contribute Your Support by Sharing this News: