કડીના શાક માર્કેટ પાસે આવેલ તિરુપતિ કોમ્પ્લેક્ષ ના ગ્રાઉન્ડ ફ્લોર માં આવેલ દુકાન નમ્બર પાંચની દુકાન શટર તોડી અજાણ્યા ઈસમો એ કાયદેસર દુકાનમાં રાત્રીના પ્રવેશ કરી દુકાન માંથી સિલ્વર તેમજ સોપારીઓના કટ્ટા તેમજ જનરલ આઇટમોની ચોરીને લઈ ગયા હોવાની ફરીયાદ ભવ્ય સેલ્સના દુકાન ના માલીકે નોંધાવી હતી. જેની પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો – નંદાસણ પાસેથી 26.57 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ઝડપાઈ, 2 આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ
આ અંગેની મળતી વિગતો અનુસાર બમ્બા ગેટ શાક માર્કેટની પાસે આવેલ તિરુપતિ કોમ્પલેક્ષ ના ગ્રાઉન્ડ ફ્લોર માં આવેલ ભવ્ય સેલ્સ ના દુકાન ના માલીક કરણ કુમાર મધુસુદન ઠક્કર પોતાની દુકાન નંબર 5 (પાંચ) સાંજે બંધ કરીને ઘેર ગયા બાદ કોઈ અજાણ્યા ઈસમોએ દુકાન નુ સટર્સ તોડીને દુકાનમાં પ્રવેશ કરી દુકાન માંથી જનરલ આઇટમો સિલ્વર સ્ટાર સોપારી વિમલના કટ્ટા માસ્ટર બીડી બોક્સ નિરમા પેટીઓ તેમજ ચોકલેટ બોક્સ સહીતની ચીજ વસ્તુઓ જેની કીમત 1,23,225/- નો જનરલ આઈટમો નો મુદામાલ ચોરીને લઈ ગયા હોવાની ફરીયાદ પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ચોરી નો ભેદ કડી પોલિસે ગણતરી ના કલાકોમાં ઉકેલાયો છે ,અને તમામ ચોરો ને ઝડપી પાડવામાં આવ્યા હતા.