મહેસાણામાં ઢાળ ચડતી વખતે ST બસ પાછી ગાબડતાં એક્ટિવા અડફેટે આવી, ચાલકને ઈજા, સદનસીબે જાનહાનિ ટળી
ગરવી તાકાત, મહેસાણા તા. 13 – મહેસાણામાં આવેલ ગોપીનાળાનો ઢાળ વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની રહ્યો છે. આ ઢાળ પર મોટા વાહનો વળાંક લેતા સમયે અનેકવાર નાના મોટા અકસ્માત સર્જાય છે. ત્યારે આજે પણ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં સરકારી બસ ગોપીનાળાનો ઢાળ ચડી રહી હતી. એ દરમિયાન એકાએક બસ પાછી ગાબળતા પાછળ ઉભેલા એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવા ચાલક ને ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે ચાલકને મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
મહેસાણા શહેરમા આવેલા ગોપીનાળા નો ઢાર ચડવો વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે.ત્યારે શહેરના જુના ડેપોમાં આવવા માટે મોટા ભાગની બસો આજ માર્ગનો ઉપયોગ કરે છે. જેમાં ઢાળ એક દમ વણાંક વાળો હોવાને કારણે અહીંયા બસના ડ્રાઈવરો ભારે મુશ્કેલી વેઠી બસ હંકારી ઢાળ ચડાવે છે.તો કેટલાક વખત આ ઢાળ પર વાહનોમાં નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે.
જોકે આજે મહેસાણાના ગોપીનાળા ના ઢાળ પર સરકારી બસ ઢાળ ચડી જ રહી હતી એ દરમિયાન એકાએક બસ પાછી ગબળતા પાછળ અને બસની સાઈડમાં ઉભેલા વાહન ચાલકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.જોકે સમગ્ર ઘટનામાં એક્ટિવા ચાલક ને બસ અથડાતા તેણે પગે ઇજા થઇ હતી.જે યુવકના એક્ટિવા ને નુકસાન થયુ હતું.યુવક સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.