શહેરના દરિયાપુરમાં રહેતી ૪૦ વર્ષીય મહિલા સાથે લગ્નનો વાયદો કરી તેના પ્રેમીએ અલગ અલગ હોટલમાં લઈ જઈ અનેકવાર દુષ્કર્મ ગુજારી, લગ્ન નહીં કરી વિશ્વાસઘાત કર્યો હતો. સતત ૧૫ વર્ષથી લગ્નનો વાયદો કરીને શારીરિક શોષણ કરનારા પ્રેમી સામે અંતે મહિલાએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દરિયાપુરમાં રહેતી સુરેખા(ઉં.૪૦)નો પંદર વર્ષ પહેલાં મનીષ સાથે સંપર્ક થતાં બંને વચ્ચે પ્રેમ થયો હતો. બીજી બાજુ ૨૦૦૭માં મનીષે તેના જ સમાજની ઉન્નતિ સાથે લગ્ન કરી લેતાં સુરેખાએ મનીષ સાથેના સંબંધ તોડી નાખવા જણાવ્યું હતું. જાેકે એ સમયે મનીષે હું પત્ની ઉન્નતિને છૂટાછેડા આપીને તારી સાથે લગ્ન કરીશ એવો ભરોસો આપ્યો હતો, જેથી સુરેખા તેની વાતોમાં આવી જતાં મનીષ સુરેખાને શહેરની જુદી-જુદી હોટલોમાં લઈ જઇ તેની સાથે દુષ્કર્મ ગુજારતો હતો. દિવસો પસાર થવા લાગ્યા, સુરેખા મનીષને લગ્ન કરવાની વાત કરે ત્યારે તે વાતો કરી તેને ભોળવી લેતો અને ખોટો ભરોસો આપતો રહેતો.
આ પણ વાંચો – પુત્રવધુના પ્રેમમાં પિતાએ કરી પુત્રની હત્યા – પોલીસ સ્ટેશનમાં હત્યાનો એહવાલ પણ નોંધાવ્યો !
એક દિવસ સુરેખાએ લગ્નની વાત કરી ત્યારે મનીષે હવે મારી પત્નીને છૂટાછેડા આપી જ દઈશ એમ કહી ભરોસો આપ્યો હતો. જાેકે દિવસો વીતવા છતાં મનીષે લગ્ન ન કરતાં કંટાળેલી સુરેખાએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારતા પ્રેમી સામે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે. (બંને પાત્રનાં નામ બદલ્યાં છે.)