#અફૈર_મહેસાણા: પતીના આડા સંબધોની જાણ થઈ જતા પત્નીને ઘરમાથી કાઢી મુકતા ફરિયાદ

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણાના શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાને તેના પતીના આડા સંબધો વિષે જાણ થતા. તેના પતીએ વ્યસન કરી ઘરે આવી તેની ઉપર ત્રાસ ગુજારવાનુ શરૂ કરી દીધુ હતુ. વાંરવાર માનશીક શારીરીક ત્રાસ ગુજાર્યા બાદ તેના પતીએ મહિલાને ઘરમાંથી બહાર કાઢી મુકી તેને છુટાછેડા આપવાની નોટીસ મોકલી હતી. પરંતુ મહિલાએ( અત્યારે પીયરમાં છે.) પોતાનુ ઘરના ભાગે એમાટે ના પ્રયાસો પણ કરેલા પરંતુ તેના પતીએ તેના ઘરે જઈ ઘમકી આપેલ કે છુટાછેડા નહી આપે તો તારા ભાઈની દીકરીને ઉઠાવી લઈશ.

મહેસાણા બી ડીવીઝન પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ નીકીતાબેનના લગ્ન 2006 ની સાલમાં મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા પાર્થ રાવલ સાથે થયા હતા લગ્ન જીવન થી તેમને 2 દિકરા પણ છે.  એક દિકરાની ઉમર 13 અને બીજાની 6 વર્ષ છે. શેર બજારની ઓફિસમાં કામ કરતો હોવાથી ત્યાં એને એક મહિલા સાથે પ્રેંમ સંબધ બંધાયા હતા. જેની જાણ તેની પત્નીને શરૂઆતમાં થતા તેને આ બાબતે પુછ્યુ ત્યારે માત્ર સાથે નોકરી કરીયે છીયે એનાથી વિશેષ કંઈ નથી એમ કહી વાતને પતાવી દીધી હતી. પરંતુ એક વાર નીકીતા તેના પતીનો ફોન જોઈ રહી હતી તેમાં તેના પતી અને તેના સાથે કામ કરતી મહિલાની તસ્વીરો મળી હતી. જે બાબતે નીકીતાએ તેના પતીને પુંછ્યુ ત્યારે તેના પતીએ એકદમ ગુસ્સે થઈ ઝઘડો કરવા લાગ્યા હતા. બાદમાં તેના પતીએ ઘરે વ્યસન કરી આવી તેને માનશીક શારીરીક ત્રાસ ગુજારવાનુ શરૂ કરી દીધુ હતુ. તેના પતીના વ્યસન તથા અંગત ખર્ચને પહોંચી વળવા માટે તેને જ્વેલર્સની દુકાનમાં નોકરી શરૂ કરતા ત્યા પણ તેના પતીએ દખલ અંદાજી કરી તેને ઘરમાંથી બહાર કાંઢી મુકી હતી.

મહિલાને ઘરમાંથી કાઢી મુકી હોવાથી તે તેના દિકરાને મળવા અનેક વાર ઈચ્છા પ્રગટ કરી હતી તથા ઘરસંસાર બગડે નહી એના માટે પણ પ્રયાસો કરેલા પરંતુ તેનો પતી બાળકોને મળવા પણ દેવા તૈયાર નહોતો અને છુટાછેડાની નોટીસ પણ મોકલી ચુક્યો હતો.

જેથી મહિલાની ફરિયાદ મુજબ મહેસાણા બી ડીવીઝન પોલીસે મહિલાના ભાઈની દિકરીને ઉપાડી જવાની ધમકી તથા તેને માનશીક શારીરીક ત્રાસ ગુજારી તેને ઘરમાંથી બહાર કાંઢી મુકવાના આરોપસર પતી પાર્થ રાવલ વીરૂધ્ધ આઈ.પી.સીની કલમ 498એ,323,504,506(1) મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.