મહેસાણા

જિલ્લામાં ઓગષ્ટ સુધી ચાલે તેટલું ધરોઇ જુથ યોજનામાં પાણીનો જથ્થો ઉપલબ્ધપીવાના પાણીની સમસ્યા નિવારણ માટે તાકીદે પગલાં લેવા સુચના કરતા પ્રભારી મંત્રીશ્રી વિભાવરીબેન દવેમહેસાણા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ જિલ્લામાં પીવાના પાણીની સમીક્ષાની બેઠકમાં જણાવ્યું હતું કે આગામી ઓગષ્ટ સુધી પીવાના પાણીની કોઇ જ સમસ્યા ઊભી ન થાય તેવું સઘન આયોજન  કરાયું છે. તેમણે ઉમેર્યું હતું કે જે ગામોમાં પીવાના પાણીની સમસ્યા છે તેવા ગામોમાં તાકીદના ધોરણે પગલાં લેવાશે. પ્રભારી મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે જિલ્લામાં ૨૬ નવીન ટ્યુબવેલની મંજુરી અપાઇ છે જેમાંથી ૦૬ કામો પુર્ણ કરાયા છે. આ ઉપરાંત ૨૧ સ્થળોએ નવીન પમ્પીંગ સ્ટેશન સહિત આનુષંગિક કામો માટે મંજુરી અપાઇ છે. આ ઉપરાંત જિલ્લાના ૩૪ ગામોમાં નવીન ટ્યુબવેલની સિધ્ધાંતિક મંજુરી અપાઇ છે. તેમણે ઉમેર્યું હતું કે આજની બેઠકમાં ૨૩ જગ્યાએ નવીન ટ્યુબવેલની માંગણી સંદર્ભે ઝડપતી મંજુરી મળે તે પ્રમાણેની કાર્યવાહી કરવા જણાવ્યું છે. પ્રભારી મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને જિલ્લામાં જરૂરીયાત મુજબ માંગણી થયેલ ગામોને સર્વે કરી ટેન્કરથી પાણી આપવા ખાસ તાકીદ કરી હતી.આ ઉપરાતં પીવાના પાણીના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા તાકીદ કરી હતીમહેસાણા જિલ્લાના ૬૦૦ ગામો તથા ૦૭ શહેરો પૈકી ૩૫૦ ગામો ૦૩ શહેરોનો સમાવેશ નર્મદા કેનાલ આધારિત અલગ અલગ ત્રણ જુથ યોજનામાં કરેલ છે.જ્યારે ૨૫૦ ગામો,૦૪ શેહરોનો સમાવેશ ધરોઇ ડેમ આધારીત જુથ પાણી પુરવઠા યોજનામાં કરેલ છે.જિલ્લાના ગામો અને શહેરોને અલગ અલગ ચાર જુથ યોજનામાં આવરી લેવામાં આવેલ છે.જેમાં પીવાનો દૈનિક ૨૧૦ એમ.એલ જેટલો પાણી પુરવઠો પુરો પડાઇ રહ્યો છે. જિલ્લામાં સ્વૈચ્છિક કારણોસર પાણી નથી લેતા તેવા ૧૨૮ ગામો તેમજ ૯૦ ગામોને તાંત્રિક કારણોસર મળી કુલ ૨૧૮ ગામો સ્થાનિક બોરમાંથી પીવાનું પાણી મેળવે છે.જે ગામમાં બોર નિષ્ફળ જાય અથવા પપીંગ મશીનરી જરૂરીયાત જણાય તો રીજુવિનેશન કાર્યક્રમ તળે કામો કરવામાં આવે છે. જિલ્લામાં સુચિત અછત માસ્ટર પ્લાન તળે ૫૨ ગામોમાં ૫૨ નવીન ટ્યુબવેલ તેમજ ૩૯ નવીન પંપિગ મશીનરી સહિત જુથ યોજના સુધારણા કામોનું આયોજન રૂ.૧૨૫૦ લાખના ખર્ચે કરવામાં આવી રહેલ છે..ધરોઇ ડેમમાં ૫૩૮૪ એમ.સી.એફ.ટી પાણીનો જથ્થો ઉપલ્બધ  છે.જેથી જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય તેમ નથી આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Contribute Your Support by Sharing this News: