ઉનાળામાં લોકો પાણી માટે વલખા મારે છે ત્યારે બાયડ માલપુરના ધારાસભ્યશ્રી દ્વારા વિનામૂલ્ય કુંડાનું વિતરણ કરવામાં આવ્યું પશુ પક્ષી ને પાણીની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે જળ એજ જીવન છે ત્યારે મનુષ્ય તો ગમે તે કરીને પાણીની સગવડ કરી લેતા હોય છે પરંતુ પક્ષીઓ માટે પાણી ન મળવાની ઘટના પ્રાણ ઘાતક સાબિત થતી હોય છે ત્યારે પક્ષીઓ માટે પાણી ની વ્યવસ્થા કરવા માટે જીવ દયા પ્રેમીઓ પીછેહઠ કરતા નથી આવું જ એક ખુબજ સુંદર કાર્ય બાયડ માલપુર મત વિસ્તાર ના ધારાસભ્યશ્રી એ કર્યું હતું મળતી માહિતી મુજબ હર હંમેશ સામાજીક અને સેવાભાવી કાર્ય માટે હંમેશના માટે તૈયાર હોય છે એવા ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા દ્વારા ગરમીમાં પક્ષીઓને પીવા માટે અંદાજિત પાંચ હજાર જેટલા કુંડાનું પોતાના મત વિસ્તાર ના ગામોમાં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું કુંડાઓનું વિતરણ કરતા બાયડ માલપુર પંથકના લોકોએ પોતાના ઘર આગળ પાણી ના કુંડા બાંધી પક્ષીઓને પીવા માટે પાણી મળી રહે એવી વ્યવસ્થા કરી હતી બાયડ ધારાસભ્ય એ કરેલ આ ઉમદા કાર્ય જીવદયાપ્રેમીઓ એ ધવસિંહ ઝાલા ને બિરદાવ્યા હતા