ગરવીતાકાત,ખેડા: જિલ્લાના નડીઆદ  બિલોદરા ચોકડી પાસે  ખાનગી પાકી   હોટલ અને દુકાનો બનાવવામાં આવેલ હતી.ત્યાં હોટેલ ,બે માળનું  બિલ્ડિગ ,મોબાઈલ શોપ જેવી દુકાનો બના વેલ હતી જે ગેરકાયદેસર રીતે બનાવેલ જેને  સરકારી તંત્ર દ્વારા ચુસ્ત  બંદોબસ્ત કરીને હોટલ અને દુકાનોને  સંપૂર્ણ જમીનદોસ્ત કરી  દેવામાં આવી હતી.આ  દબાણ દૂર કરવા  માટે ૩  જેસીબી, ૩ ટ્રેકટર અને સાધન  દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું। જે બિલોદારા જેલની ત્રિજ્યામાં આવેલ હતી જે સરકારી નિયમ મુજબ બિલોદરા જેલ પાસે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરી શકાય નહિ માટે આવા તેની આસપાસના બિનઅધિકૃત દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આ દબાણ દૂર કરવા ગનદીઅઈડ ગ્રામ્ય મામલતદાર ,ઇન્ચાર્જ ટીડીઓ નડિયાદ ,ચીફ ઓફિસર નગરપાલિકા નડિયાદ ,સર્કલ ઇન્સ્પેકટર ,નડિયાદ સીટી ડીવાયએસપી ,વીજકંપની ,આરએન્ડબી વિભાગના અધિકારી નડિયાદ ગ્રામ્ય પીએસઆઇ ,એલસીબી પીએસઆઇ તેમજ મહિલા પોલીસ સહિતની કાફલો હાજર રહ્યો હતો.

 

તસ્વીર અહેવાલ જયદીપ દરજી ખેડા