ઉદયપુરની ઘટના આંતકવાદી કૃત્યથી ઓછી નથી

June 29, 2022

ગરવી તાકાત ઉદયપુર : જે રીતે 2 મુસ્લિમ યુવકોએ ઉદયપુરમાં એક દરજીનું ગળું કાપી નાખ્યું અને પછી વિડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર તેને મુક્યો, તે તાલિબાન અને આઈએસઆઈએસની નિર્દયતાને યાદ કરાવે છે. લોકો સ્તબ્ધ છે કે આ અફઘાનિસ્તાન, સીરિયા કે ઈરાક નથી, આ તેમનો પોતાનો દેશ ભારત છે, જે બિન સાંપ્રદાયિક છે તો પછી લોકોના દિલો-દિમાગમાં આટલી બધી નફરત અને હિંસા ક્યાંથી ભરાઈ ગઈ.

થોડા વર્ષો પહેલા આઈએસઆઈએસના આતંકીઓ કેમેરાની સામે તેમનું ગળું કાપવાના વીડિયો બનાવતા અને શેર કરતા હતા. હવે આવું જ ભારતમાં થઇ રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર 26 ઘાના નિશાન જોવા મળ્યા હતા. માત્ર ગરદન પર 8 થી 10 ઘા જોવા મળ્યા હતા. આ ઘટનાને લઈને માત્ર રાજસ્થાન જ નહીં, સમગ્ર દેશમાં ચકચાર છે. કેન્દ્ર સરકાર પણ આ કેસને હત્યાના રૂપમાં જોઈ રહી નથી, પરંતુ તેને આતંકવાદી ઘટના માનીને તેમાં કોઈ આતંકવાદી સંગઠનની સંડોવણી અને આંતરરાષ્ટ્રીય કડીઓની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન, ઘટનાના તાર પાકિસ્તાનના એક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાવા લાગ્યા છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રવક્તા રાજ્યવર્ધન સિંહ રાઠોડે સ્પષ્ટ કહ્યું કે આ આતંકવાદી હુમલામાં ક્ધહૈયા લાલનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. જેના કારણે સમગ્ર દેશમાં અને દરેક સમાજમાં નારાજગી છે. આ પહેલા એટીએસના આઈજી પ્રફુલ કુમારે કહ્યું હતું કે આમાં કોઈ આતંકવાદી એંગલ છે કે કેમ તેની અમે તપાસ કરી રહ્યા છીએ. બંને હત્યારા કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે. તેણે ખંજર વડે હત્યા કર્યા બાદ વીડિયો પણ શૂટ કર્યો હતો. ગૌસ મોહમ્મદ અને મોહમ્મદ રિયાઝ અત્તારીની ધરપકડ કરવામાં આવી છે.

બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે જ્યાં સુધી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ કડી ન હોય ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી નથી, આ અનુભવ કહે છે. જેથી આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને હત્યારા પાકિસ્તાન સ્થિત સુન્ની મુસ્લિમ સંગઠન ‘દાવત-એ-ઈસ્લામી’ સાથે સંબંધિત છે. બંનેએ હત્યા બાદ કહ્યું હતું કે તેઓએ ઈસ્લામ અને પયગમ્બરના અપમાનનો બદલો લીધો છે.

આ સંગઠનનું નેટવર્ક લગભગ 200 દેશોમાં હોવાનું કહેવાય છે. એક મહત્વની કડી જે બહાર આવી રહી છે તે એ છે કે મૌલાના ઇલ્યાસ અત્તારીએ કરાચીમાં આ સંગઠન બનાવ્યું હતું અને તેમાં જોડાયેલા લોકોએ તેમના નામની આગળ અટારી લગાવવાનું શરૂ કર્યું હતું. બે હત્યારાઓમાં એકનું નામ અટારી છે. આવી સ્થિતિમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શું આ સ્લીપર સેલનું કામ છે?

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0