વડગામ પંથકના ગામડાઓમાં ભાજપના આગેવાનોના લોક સંપર્કમાં એકબાજુ ગરમી બીજીબાજુ લોકોમાં નિરૂત્સાહ
ચુંટણીના પડઘમ વાગતાં જ રાજકીય પક્ષોએ લોક સંપર્ક શરૂ કર્યો
ગરવી તાકાત, મહેસાણા તા. 22 – લોકસભાની ચુંટણીના પડઘમ શરૂ થતાં જ રાજકીય આગેવાનો ગેલમાં આવી ગયા છે. ૧૨ એપ્રિલના જાહેરનામું પ્રસિધ્ધ થવાનું છે. ત્યારે પાટણ બનાસકાંઠા લોકસભા સંસદીય મતવિસ્તારમાં આવતા ગામડાઓમાં ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારો સાથે આગેવાનો દ્વારા મતવિસ્તારમાં આવતા ગામડાઓમાં લોક સંપર્ક શરૂ કરી દેવાયો છે.એક બાજુ ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો તપવા લાગ્યો છે. બીજી બાજુ લોકોમાં ચુંટણી નિરૂત્સાહ થી આગેવાનો ચિંતિત બન્યા છે.પાટણ લોકસભા મતવિસ્તારમાં આવતા વડગામ તાલુકાના તેનીવાડા, માહી, છનિયાણા, ધોતા, વણસોલ, પાંચડા,સલેમકોટ, જલોતરા, સીસરાણા, મુમનવાસ સહિત ના ગામડાઓમાં પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી તેમજ વડગામ ભાજપના આગેવાનો દ્વારા લોકસંપર્ક શુક્રવાર ના કરાયો હતો.પ્રારંભ માંજ લોકોની પાંખી હાજરી આગેવાનો ની ઉંઘ હરામ કરી દીધી છે.

ભરતસિંહ ડાભી ચુંટાયા બાદ દેખાયા જ નથી : લોકો
પાટણ લોકસભા મત વિસ્તારમા આવતાં વડગામ પંથકના ગામડાઓના લોકોમાં ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.કે ભાજપ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી ચુંટાયા બાદ દેખાયા જ નથી ભાજપ દ્વારા રીપીટ કરાતાં વડગામ માં લોકોને જોવા મળ્યા છે.જેને લઇને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
વડગામની સમસ્યાઓ યથાવત..
વડગામમાં એસ.ટી.ડેપો બનાવવા તેમજ જીઆઇડીસી બનાવવા નો પ્રશ્ન અધ્ધર તાલ જીઆઇડીસી વડગામ ની જગ્યાએ જલોતરા ખસેડાતા વડગામનો વિકાસ રૂંધાયો.વડગામ ભાજપના આગેવાનોની મમત વડગામ ના લોકોને જીઆઇડીસી ના મળી શકી.વડગામ ના બદલે જલોતરા ખસેડાઇ .
મુક્તેશ્વર ડેમમાં પાણી નંખાવવાના વાયદા કરનાર નેતાઓ ખોવાઈ ગયા…!
હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે નેતાઓ પણ જાગ્યા છે. જોકે ડેમમાં પાણી નાંખવા માટે નંખાઈ રહેલી પાઇપલાઇનનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. જોકે આ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય પણ હવે શાંત પડી ગયા છે જ્યારે સાંસદ તો ક્યારેય જોવા મળ્યા જ નથી તેવો દાવો થઈ રહ્યો છે. ચૂંટણી ટાંણે ડેમમાં પાણી નાખવાના વાયદા કરાય છે. જોકે ચૂંટણી બાદ નેતાઓ આવા મુદ્દાઓને વિસારી દેતાં હોવાનું પણ લોકો બોલી રહ્યા છે.
મુક્તેશ્વર ડેમમાં પાણી મામલે સાંસદ નીરસ રહ્યાનો કૉંગ્રેસનો આક્ષેપ
વડગામ તાલુકા કોંગ્રેસના ઓબીસી સેલના પ્રમુખ વીરજીભાઈ પટેલે જણાવ્યું હતું કે બે ત્રણ વર્ષ પહેલા મુક્તેશ્વર ડેમ અને કરમાવદ તળાવ ભરવા વડગામ તાલુકાના ખેડૂતો, ગરીબ લોકો અને કોંગ્રેસ કાર્યકરોએ સરકાર સમક્ષ રજૂઆત કરી આંદોલન પણ કર્યા હતા જેના પગલે સરકારે મુક્તેશ્વર ડેમમાં પાણી નાંખવા નવી પાઇપલાઇન મંજૂર કરી હતી. જોકે વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભી આંદોલન વખતે નજરે પડ્યા નહોતા. ભાજપે તેમને રીપીટ કર્યા હોઈ હાલ તેઓ વડગામ તાલુકાના ગામે ગામ ફરી રહ્યા છે. જોકે વડગામ મત વિસ્તારની જનતા પોતાની નારાજગી મત રૂપે ઇવીએમમાં ઠાલવશે તેવો દાવો પણ વિરજીભાઈ ચૌધરીએ કર્યો હતો.