ગરવીતાકાત પાલનપુર: કલેક્ટર કચેરીના ગાર્ડનમાં કલાસ ના ચલાવવા દેવાતા સ્મશાનને બનાવ્યું ટ્યુશન ક્લાસ સુરતના અગ્નિકાંડ બાદ બનાસકાંઠા જિલ્લામાં જાહેરનામું બહાર પાડીને જિલ્લા કલેક્ટરે કોચિંગ ક્લાસ અને ટયુશન ક્લાસીસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે આ બાબતે ટ્યુશન ક્લાસના સંચાલકો અને વિદ્યાર્થીઓ ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે કલેક્ટર કચેરીના ગાર્ડનમાં પાલનપુરના એક કોચિંગ ક્લાસના સંચાલકે બાળકોને ભણાવવાનું શરૂ કરતાં ત્યાં ભણાવવાની મનાઈ ફરમાવવામાં આવતા આજે પાલનપુરના એક ટ્યુશન ક્લાસીસના સંચાલકે પાલનપુરના સ્મશાન ખાતે પહોંચીને બાળકોના ક્લાસ લેવાનું શરૂ કરી દીધુ હતુ.
સુરતમાં ચાલી રહેલા એક ફેશન ડિઝાઇનરના ટ્યુશન ક્લાસિસમાં અચાનક આગ લાગતા આ કોઈ બિલ્ડિંગ ભડભડ સળગી ઉઠ્યું હતું. અને ક્લાસીસમાં અભ્યાસ અર્થે આવેલા ૨૦ થી વધુ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. ત્યારે આ બનાવના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યા

ઘાત પડ્યા છે. અને રાજ્યભરમાં સરકાર દ્વારા ફાયર સેફ્ટી વિના ચાલતા ક્લાસીસ તેમજ હોટલો સહિતની મિલકતો પર ચકાસણી હાથ ધરી છે. જેમાં પાલનપુર શહેરમાં ચાલતા કોચિંગ ક્લાસીસમાં પણ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને જાહેરનામું પરત ન ખેંચાય ત્યાં સુધી ક્લાસિસ શરૂ કરનારા સંચાલક સામે કલમ ૧૮૮ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું જાહેરનામું બહાર પડતા સંચાલકો મૂંઝવણમાં મૂકાયા હતા. બીજી તરફ ફાયર સેફ્ટીના સાધનો વસાવી લીધા તેમજ રજિસ્ટ્રેશન સહિતની પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ પણ હજુ સુધી ક્લાસિસ ખોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ત્યારે વિદ્યાર્થીઓનું ભાવી પણ જોખમાય તેવી પરિસ્થિતિ હોય પાલનપુરમાં વિદ્યાર્થીઓ તેમજ ટ્યુશન ક્લાસીસના સંચાલકો દ્વારા આ બાબતે ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. તેમાં બે દિવસ પાલનપુરમાં કોચિંગ ક્લાસિસ ચલાવતા એક સંચાલકે પાલનપુર જિલ્લા કલેકટર કચેરીના ગાર્ડનમાં જ વિદ્યાર્થીઓના ક્લાસ લેવાનું શરૂ કરી દીધું હતું. આ બાબતની જાણ તંત્રને થતાં તંત્રએ ગાર્ડનમાં લેવાતા ક્લાસ અટકાવ્યા હતા. આથી ટ્યુશન ક્લાસીસના સંચાલકે આજે પાલનપુર ખાતે આવેલા સ્મશાનમાં વિદ્યાર્થીઓ સાથે પહોંચીને ત્યાં ક્લાસ શરૂ કરી દેતા હતા. જેને પગલે ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે ઉપરોક્ત કોચિંગ ક્લાસીસના સંચાલકે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ કર્યો હતો કે ફાયરસેફ્ટી લગાવી, સીસીટીવી લગાવ્યા, એન્ટ્રી એક્ઝિટ બધું ઓકે કરી દીધેલું તો પણ તંત્ર દ્વારા ક્લાસીસ ચાલુ ન કરવા દેતા કલેક્ટર સાહેબના બગીચામાં ભણાવ્યા તો ત્યાં પણ ધારા ‍૧૪૪ લાગુ કરી તો જિંદગીના છેલ્લા સત્ય સ્મશાનમાં વિદ્યાર્થીઓને ભણાવ્યા અને હજુ સુધી ચાલુ નહીં કરવા દો તો ગમે ત્યાં જઈને બનાવીશું પણ ક્લાસ તો બંધ નહીં જ થાય. આમ પાલનપુરમાં હવે કોચિંગ ક્લાસીસના સંચાલકો અને વિદ્યાર્થીઓ તંત્રની સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે તંત્ર ક્યાં સુધી ક્લાસિસ બંધ રખાવે છે તે જોવાનું રહ્યું.