ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૮)

થરાદના માંગરોળ હાઇવે પાસે એક ટ્રક ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ગંભીર હતો કે, ટ્રક બાવળો સાથે અથડાતા આગ લાગી હતી. આ દરમ્યાન ટ્રકનું આગળનું કેબિન આગમાં ખાખ થઇ ગયુ હતુ. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા તેમને આવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના માંગરોળ હાઇવે પર અકસ્માતની ઘટના બની છે. ચોખા ભરેલી ટ્રકના ચાલકે કાબુ ગુમાવી દેતા ટ્રક બાવળો સાથે અથડાઇ હતી. ઘટનાને લઇ આગ લાગી જતા જોતજોતામાં ટ્રકનું આગળનું આખુ કેબિન આગમાં બળીને ખાખ થઇ ગયુ હતુ. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ આવીને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમતની અંતે આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે જાનહાની ટળી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.