ગરવીતાકાત,ખેડા(તારીખ:૨૬)

ખેડા જિલ્લાની કપડવંજ તાલુકાની શ્રી શિવલાલ પ્રભુદાસ પરીખ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 400 થી વધૂ બાળકોનો  એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવાસ મોટીઝેર થી 3 કિલોમીટર અંતરે આવેલા  કુદરતી પર્યટન અને  ધોધ તરીકે જાણીતા ઝાંઝરી ખાતે બાળકોને લઇ જવામાં  આવ્યા હતા. શ્રાદ્ધ  મહિનામાં શાળાના શિક્ષક પરિવાર અને બાળકોના સહયોગ થી દૂધ ,પુરી અને શાકનું ભોજન સાથે પ્રવાસ રાખેલ હતો. તેમજ ઝાંઝરી પ્રવાસન સ્થળની પૌરાણિક ઇતિહાસ અને ગંગામુખમાંથી કુદરતી પડતા પાણી વિશેની સંપૂર્ણ સમજ શિક્ષક મિત્રો દ્વારા આપવામાં આવી હતી. જે ભૂકંપ બાદ પાણી પડતું બંધ થઇ ગયેલ છે  પરંતુ ચોમાસાની ઋતુમાં ડુંગરોથી ઘેરાયેલ હોવાથી નૈસર્ગીક અને લીલાછમ વાતાવરણથી  સમગ્ર પ્રવાસ દરમ્યાન બાળકોએ ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો . કુદરતી રીતે વહેતા ધોધને ભોગિયા ધોધ તરીકે પણ ઓળખાવમાં આવે છે .અમદાવાદ ,ખેડા ,સાબરકાંઠા ,અરવલ્લી અને દુરદુરથી પ્રવાસીઓ ઉમટી પડે છે .

તસ્વીર અહેવાલ જયદીપ દરજી ખેડા