ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 57,982 નવા કેસ નોંધાયા છે અને 941 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 26,47,664 છે, જેમાં 6,76,900 સક્રિય કેસ, 19,19,843 ડિસ્ચાર્જ કેસ થયેલા હતા અને 50,921 લોકો મ્રૃત્યુ પામેલા છે.

આઇ.સી.એમ.આર.અનુસાર, 16 ઓગસ્ટ સુધીમાં કુલ 3,00,41,400 પરીક્ષણો કોરોના વાયરસ ના કરવામાં આવ્યા હતા. જેમાંથી રવિવારે 7,31,697 પરીક્ષણો કરવામાં આવ્યા હતા. 

ગુજરાતમાં કુલ સંક્રમણ નો આંકડો 78,680 છે જેમાથી 61512 લોકો રીકવર થઈ ચુક્યા છે. અને 2785 લોકોનુ મોત થયેલ છે.રાજ્યમાં ખાનગી અને સરકારી હોસ્પીટલો બન્ને મળી કુલ 61 લેબોરેટરીઓ કાર્યરત છે.તારીખ 16/08/2020 ના રોજ કુલ 50,560 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી 1120 કેસો નોંધાયેલા હતા અને 959 દર્દીઓ સાજા થઈને ઘરે પાછા ગયા હતા.

રાજ્યમાં 16/08/2020 ના રોજ કુલ 20 મ્રત્યુ થયેલ હતા જેની વિગત નીચે મુજબ છે.

  1. સુરત કોપોરેશન          ૪
  2. અમદાવાદ કોપોરેશન    ૪
  3. સુરત                       ૪
  4. ભાવનગર                 ૨
  5. મોરબી                     ૨
  6. ગીર સોમનાથ             ૧
  7. કચ્છ                        ૧
  8. પાટણ                       ૧
  9. વડોદરા કોપોરેશન         ૧

મહેસાણા જીલ્લાની વાત કરીયે તો કુલ એક્ટીવ કેસોની સંખ્યા 532 છે, અત્યાર સુધી કુલ ટેસ્ટ 19044 કરેલા છે, જેમાંથી મ્રૃત્યુ પામનાર વાત કરીયે તો 25 લોકોના મ્રૃત્યુ થયેલા છે. અને હાલ ક્વોરોનટાઈન લોકોની સંખ્યા 617 છે. ગઈ કાલે નવા 22 કેસો નોધાયેલા હતા અને 10 દર્દીઓ રીકવર થયા હતા.

વિશ્વમાં સૌથી વધુ કેસ અમેરીકામાં  છે જે 54 લાખથી પણ વધુએ પહોંચી ગયા છે.

રાહતની વાત એ છે કે દેશ અને વિદેશમાંથી કોરોના વાઈરસની વેક્સીસને લઈ સારા સમાચાર આવી રહ્યા છે કે વિવિધ દવા બનાવનારી કંપનીઓ દ્વારા વેક્સીનનુ ટ્રાયલ અંતીમ ચરણોમાં છે અને રશીયાએ પણ રસીની જાહેરાત કરી દીધી હોવાથી કોરોનાને હરાવવા મદદરૂપ સાબીત થશે.

Contribute Your Support by Sharing this News: