ગરવી તાકાત,અમદાવાદ
અમદાવાદમાં એ.એમ.ટી.એસ.ના કારણે ફરી એકવાર અકસ્માત સર્જાયો છે, અમદાવદના ઇસ્કોન ચાર રસ્તા પાસે એ.એમ.ટી.એસ.બસને અકસ્માત સરજ્યો છે જેમાં એક બાઇક ચાલકનું યુવકનું મોત નિપજયું છે. એ.એમ.ટી.એસ.ની રૂટ નં 501 ની બસના ડ્રાઇવરે અકસ્માત કર્યો હતો જેમાં બસીદખાન નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજયા હતાં.
આ પણ વાંચો – પ્રેમ પ્રકરણમાં કરપીણ હત્યા! દેત્રોજમાં કેનાલમાંથી યુવકની પથ્થરથી બાંધેલી લાશ મળી
સુત્ર અનુસારક મૃતક બસીદ ખાન નામનો યુવક ઘ્રાંગધ્રાનો વતની હતો તે પુસ્તકો લેવા માટે સુરેન્દ્રનગરથી પોતાના મિત્રો સાથે અમદાવાદ આવ્યો હતો તેની સાથે તેના બે મિત્રો હતાં બંને મિત્રો બાઇક પર આગળ હતાં અને બસીદ પાછળ હતો આવામાં ઇસ્કોન ચાર રસ્તા પાસે બસીદની ટકકર બસ સાથે થઇ હતી તેણે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો પણ તે પહેલા જ તેનું માથુ એએમટીએસના પૈડા નીચે આવી ગયું હતું.તેના મિત્રો આગળ નિકળી ગયા હતાં પરકંતુ બસીદ આવ્યો નહીં તો તેઓ ઇસ્કોન પાછા આવ્યા ત્યાં આવીને જાેયું તો બસીદ મૃત્યુ પામ્યો હતો તેના મિત્રો પણ તેનો મૃતદેહ જાેઇ સ્તબ્ધ થઇ ગયા હતાં અને રડી પડયા હતાં પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે.