— જમીન રી-સર્વેમાં ખેડૂતોને થતી કનડગત તાત્કાલિક દૂર કરવા સહિતની માંગ કરવામાં આવી :
ગરવી તાકાત પાલનપુર : ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને આર્થિક રીતે કમર તોડી નાખે અને ખેતી છોડી હિજરત કરવાનો વારો આવે તેવા અનેક ખેડૂતોના પ્રશ્નોને લઇ થરાદ મામલતદાર કચેરી ખાતે ધરણાં કાર્યક્રમ યોજી સરકારની ઉંઘ ઉડે અને પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે.
જેને લઇને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોના પ્રશ્નો જેવા કે સમાન સિંચાઈ દર કરવા જ્યાં સિંચાઈની વ્યવસ્થા નથી ત્યાં સહકાર આધારિત સિંચાઇ વ્યવસ્થા કરવી અને દરેક ગામોના તળાવો ભરવા થરાદ તાલુકાના પૂર્વ પટ્ટાના ૯૭ ગામોને સિંચાઈ માટે નર્મદા કેનાલમાંથી પાણીની વ્યવસ્થા કરી તળાવ ભરવા. મીટર પ્રથા સંપૂર્ણ નાબૂદ કરવી અને સ્વૈચ્છિક કરવા અને ફિક્સ ચાર્જ નાબૂદ કરવો, લાખણી, થરાદમાંથી આગળ જતી સુજલામ સુફલામ કેનાલ કાયમી ચાલુ રાખો અને વચ્ચેના અવરોધો તાત્કાલિક દૂર કરવા.
જમીન રી-સર્વેમાં ખેડૂતોને થતી કનડગત તાત્કાલિક દૂર કરી પૂર્વ પરિસ્થિતિ પ્રમાણે કરી આપવું જેવા વિવિધ મુદ્દાઓને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ મામલતદાર કચેરી ખાતે ધરણાં કાર્યક્રમ યોજી મામલતદારને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર