વિસનગર શહેરમાં લૂંટની ઘટનામાં સંડોવાયેલા શખ્સને પેરોલ ફર્લો સ્કોર્ડે વિસનગરમાંથી ઝડપી લીધો
મારીમારીના જીવલેણ હુમલામાં પોલીસ પકડથી નાસતા ફરતા શખ્સ સાંઇબાબા મંદિર પાસેથી ઝડપાયો
ગરવી તાકાત, મહેસાણા તા. 02 – મહેસાણા જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓને ઝડપી પાડવાનું બિડુ ઝપ્યું હોય તેમ એક જ દિવસમાં મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડ તથા એલસીબીની ટીમ ફરાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં સંડોવાયેલો અને પોલીસથી નાસતા ફરતા શખ્સને વિસનગરમાંથી મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો હતો.
મહેસાણા જિલ્લામાં વિવિધ ગુનાઓ આચરી પોલીસ પકડથી નાસતાં ફરતાં આરોપીઓ તેમજ પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન પર છૂટેલા નાસતાં ફરતાં કેદીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલા આદેશ મુજબ મહેસાણા એલસબી પી.આઇ એસ.એસ.નીનામાના નેતૃત્વમાં મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ પારખાનજી, ચેતનકુમાર, રાજેન્દ્રસિંહ, હેકો. જયદીપસિંહ સહિતની ટીમ નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલીંગમાં હતા
તે દરમિયાન એએસઆઈ રાજેન્દ્રસિંહ તથા હેકો. જયદીપસિંહને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 392, 114, જીપીએક્ટની કલમ 135 મુજબના લૂંટના ગુનામાં સંડોવાયેલો શખ્સ ઠાકોર રવિન રમણજી રહે. કુવાસણ પ્રાથમિક શાળાની બાજુમાં વિસનગરવાળો હાલ વિસનગર સી.એન.કોલેજ પાસે ઉભો છે. જે બાતમી મળતાં પેરલો ફર્લો સ્કોર્ડન ટીમ બતાવેલ જગ્યા પર પહોંચી આરોપીને કોર્ડન કરી દબોચી લઇ વિસનગર પોલીસને સોપ્યોં હતો.
જ્યારે બીજા એક ગુનામાં મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારમારી ગુનામાં સંડોવાયેલા શખ્સને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ એન.પી.પરમાર, હેકો. દિનેશજી, પીસી. મહેશભાઇ, રવિકુમાર, કાનજીભાઇ સહિતની ટીમે મહેસાણા શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પીસી કાનજીભાઇ તથા રવિકુમારને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસસ્ટેશનમાં ઇપીકો કલમ 307,326,324,323,337,504,114 મુજબના મારામારીના ગુનામાં ફરાર આરોપી નિકુલજી રાજુજી ઠાકોર રહે. સાઇનાથ સોસાયટી, મહેસાણાવાળો હાલમાં સાંઇબાબા મંદિર પાસે ઉભો છે જે બાતમી મળતાં પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ સાંઇબાબા મંદિર પહોંચી પોલીસને ચકમો આપી નાસતાં ફરતાં આરોપીને ઝડપી પાડી મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસને સોપી સફળ કામગીરી કરી હતી.