— મહેસાણા માં એક શિક્ષિકાની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. પરંતુ તેના કરતા પણ શોકિંગના સમાચાર એ છે કે, આ શિક્ષિકાએ સ્કૂલના સ્ટાફની હેરાનગતિથી આત્મહત્યા કરી હતી. શિક્ષિકાએ સ્યૂસાઈડ નોટમાં 12 શિક્ષકોના નામ લખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ શિક્ષિકાની હાલત ગંભીર થતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
ગરવી તાકાત મેહસાણા: મહેસાણા માં એક શિક્ષિકાની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. પરંતુ તેના કરતા પણ શોકિંગના સમાચાર એ છે કે, આ શિક્ષિકાએ સ્કૂલના સ્ટાફની હેરાનગતિથી આત્મહત્યા કરી હતી. શિક્ષિકાએ સ્યૂસાઈડ નોટમાં 12 શિક્ષકોના નામ લખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ શિક્ષિકાની હાલત ગંભીર થતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
કડીના મેડાઆદરજ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા જયશ્રીબેન પટેલે આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમણે ઘેનની 20 ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આપઘાત બાદ તેમની સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેમણે કડી તાલુકા પંચાયતના ટીપીઓ પુષ્પાબેન સહિત 12 શિક્ષકોના માનસિક ત્રાસથી પગલું ભર્યુ હોવાનો ઉલ્લેખ કર્યો છે. શિક્ષિકાને ગંભીર હાલતમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમણે સ્યુસાઈટ નોટમાં 12 શિક્ષકોના નામ લખીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાથે જ સિંગલ મધર શિક્ષિકાને પરેશાન કરાતી હોવાનો પણ સ્યુસાઈટ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
— શિક્ષિકાએ આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વે પોતાના ભાઈ સાથે ફોન ઉપર વાત કર હતી. જેમાં તેમણે ફોન પર શિક્ષકોના માનસિક ત્રાસની સઘળી હકીકત જણાવી હતી. આ વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે.
— રેકોર્ડિંગમાં શુ કહ્યું
— 22 દિવસથી હું ખાતી નથી: શિક્ષિકાની પોતાના ભાઇ સાથેની વાતચીત: શિક્ષિકાએ આત્મહત્યાના પ્રયાસ પહેલા પોતાના ભાઇને ફોન કરીને જણાવ્યું હતું કે ‘હું એટલી કંટાળી છું કે હું સુસાઇડ કરી લેવાની છું. કડી તાલુકામાં મારું નામ ખરાબ કરી નાખ્યું છે. 22 દિવસથી હું ખાતી નથી, મને ઊંઘ નથી આવતી. હું સુસાઇડ કરી લેવાની છું, ભાણિયાને સાચવજે, હું હવે નહીં રહું. ભાઈ, હું કંટાળી છું, મને હેરાન હેરાન કરી મૂકી છે. ભાઈ, તમે જાણતા નથી, મારી સાથે શું શું થઈ રહ્યું છે. મારા છોકરાને તમે સાચવજો, હું નહીં રહેવાની. પુષ્પા મને હેરાન કરે છે. કડી તાલુકામાં કેટલી મહેનતથી કામ કરીને મારું નામ બનાવ્યું હતું ભાઈ. મેડા આદરજમાં હું પગ નહીં મૂકી શકતી નથી. પુષ્પાબેન અને પેલો જિલ્લાપ્રમુખ અશ્વિન પટેલ કે શું કામ આની હેલ્પ કરો છો? અમારો પ્રાથમિક જિલ્લા શિક્ષક સંઘનો માણસ છે અશ્વિન પટેલ. તેને પ્રમુખ એટલે બનાવ્યો કે અમારી મદદે આવીને ઊભો રહે, પણ સાલાએ નેગેટિવ ભૂમિકા ભજવી અશ્વિન પટેલે. પટેલનો દીકરો છે તો એટલી બુદ્ધિ ન પહોંચી કે પટેલની દીકરીને હેરાન કરી રહ્યો છે. તેણે અને પુષ્પાએ મને અતિશય ટોર્ચર કરી છે. મારી રજાઓ વિશે પૂછ પૂછ કરે આ રજામાં ક્યાં ગઈ હતી? કોની જોડે ગઈ હતી.
— આટલી વાત પોતાના ભાઇ સાથે કરીને શિક્ષિકાએ ઘેનની ગોળીઓ ખાઇને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. આ વાતચીતની એક ઓડિયો-ક્લિપ પણ સામે આવી છે. હાલમાં શિક્ષિકાને અમદાવાદની સતાધાર ચોકડી સ્થિતિ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.