રાજસ્થાન ના બાડમેર થી ૧૦૦ કિલોમીટર દૂર આવેલ રણુજામાં બાબા રામદેવપીર નું મોટું મંદિર આવેલું છે ત્યાં ભગવાન રામદેવ પીર ની સમાધિ આવેલ છે ત્યાં પણ શ્રધ્ધાળુ અને ભક્તો પગપાળા પોતાની માનતાઓ પૂરી કરવા મોટી સંખ્યામાં જાય છે તેવી જ રીતે સરહદી વિસ્તાર એવા થરાદ તાલુકાના રાજકોટ ગામમાં પણ રામદેવ પીર નું મંદિર આવેલું છે ત્યાં પણ લોકો આવે છે અને પોતાની માનતાઓ પૂરી કરે છે.
આ પણ વાંચો – પાલનપુરની લેન્ડ રેકર્ડ કચેરીના સર્વેયર રૂપિયા ૩૦ હજારની લાંચના છટકામાં ઝડપાયા
આજથી લગભગ ૨૩ વર્ષ પહેલાં ચૌહાણ (છીપા) હકમાજી અણદાજી ને સાક્ષાત ભગવાન રામદેવપીર ના દર્શન થયા હતા ત્યારે તેમણે પોતાના જ ગામ રાજકોટમાં ભગવાન રામદેવપીરના મંદિરનું નિર્માણ કર્યું હતું ત્યારથી કરીને આજ દિવસ સુધી રાજકોટમાં ભાદરવી સુદ નોમ ના દિવસે તેમના ત્રણ દીકરા હિંમતભાઈ હકમાજી, પ્રવીણભાઈ હકામાજી, હિતેન્દ્રભાઇ હકમાજી તથા ગ્રામજનો અને આજુબાજુ ના ગામના ભકતો દ્વારા નેજા ચડાવવામાં આવે છે અને રામદેવપીર મહારાજ પણ તેના ભક્તો ને કોઈપણ સંકટ હોય તો બચાવી લે છે. ભક્તો પણ આજના દિવસે દર્શન કરી ધન્યતા અનુભવે છે.