પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૨૩)

પોલીસ અધિક્ષકશ્રી , મહેસાણાનાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી , મહેસાણા વિભાગનાઓએ મિલકત સંબંધી ગુના બનતા અટકાવવા સારૂ જુગારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોઇ જે અનુસંધાને પી . એસ . આઇ કડી પો . સ્ટે તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ હકીકત આધારે દુધઇ ગામની નજીક સ્મશાનની બાજુમાં જાહેરમાં જુગાર રમી રમાડતા ઘાંચી ફઝલ ઊર્ફ ફિઝલ અલીમહંમદ રસુલભાઇ રહે . તંબોડીવાસ , તા . કડી વિગેરે ૪ ઇસમો ઉપર જુગારની રેઇડ કરતાં રોકડ રકમ રૂ . ૧૬૭૪૦ / – તથા જુગારના સાધન સાહિત્ય મળી કુલ કિ . રૂ . ૧૯ , ૭૪૦ / – ના મુદ્દામાલ સાથે સદરી ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કડી પોલીસે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે .

Contribute Your Support by Sharing this News: