માણાવદરમાં મીની વાવાઝોડા સાથે ખાબકેલા દોઢ ઇંચ વરસાદથી પટેલ ચૉકમાં આવેલ નવલખા પાછળ ની શેરીઓ વરસાદી પાણી ભરાવવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાણી નો નિકાલ ન થવાના કારણે ગટર અને વરસાદી પાણી ધરોમાં ધુસી જતા લોકો પરેશાન બન્યા હતા
માણાવદરમાં મીની વાવાઝોડા સાથે ખાબકેલા દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા ખાસ કરીને નવલખા પાછળ ની શેરીઓ માં પાણી પાણી હતા અહીના સ્થાનિક લોકો ના કહેવા મુજબ નગરપાલિકા દ્રારા પ્રિમોન્સુન કામગીરી સમયસર ન થવાના કારણે ગટરમાં વરસાદી પાણી નો નિકાલ થતો નથી ગટરો કચરાથી આખી ભરેલી છે જેથી લોકોના ધરોમાં પાણી ધુસી જાય છે હજુ તો ચોમાસાની શરૂઆત છે જયારે વરસાદ વધું પડશે તો અહી વિકટ પરિસ્થિતિ સર્જાય છે તો સમયસર આ વિસ્તાર ની સમસ્યાનો ઉકેલ લાવવા માગણી કરવામાં આવી છે.
Contribute Your Support by Sharing this News: