દર વર્ષે ફાઉન્ડેશન દ્વારા ત્યાં જઈ રાખડી બાંધવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે રાખડી બાંધવા માટે સરહદ સુધી ન જઈ શકવાના કારણે અમદાવાદના પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચાડવામાં આવશે.   

રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. દર વર્ષે રક્ષાબંધનના તહેવાર નિમિતે અમદાવાદમાંથી બહેનો એક એનજીઓ મારફતે સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધે છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસની પરિસ્થિતિ વચ્ચે એક એનજીઓ દ્વારા સરહદોને રાખડી મોકલવાની તૈયારીઓ કરવામાં આવી છે.

દર વર્ષે ફાઉન્ડેશન દ્વારા ત્યાં જઈ રાખડી બાંધવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે રાખડી બાંધવા માટે સરહદ સુધી ન જઈ શકવાના કારણે અમદાવાદના પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચાડવામાં આવશે. ત્યારબાદ પોલીસ ક્વાર્ટરથી રાખડી સરહદ પર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે.

સ્કૂલના બાળકીઓ પાસે જવાનોને બીરદાવવા માટે સંદેશ પણ લખાવવામાં આવ્યો છે. આ વર્ષે એલેક્ઝા ફાઉન્ડેશન દ્વારા ગલવાનના જવાનોને પણ રાખડી બાંધવામાં આવે તે માટેની પણ તૈયારીઓ શરુ કરી દીધી છે.

બહેનો પણ પોતાના સેનાના ભાઈઓને રાખડી સાથે એક સુંદર સંદેશો મોકલે છે. બહેનો કહે છે કે ભાઈ તારી હિંમતને સલામ છે, કારણ કે તમે સરહદ પર છો તો અમે અહીં સુરક્ષિત છીએ.

Contribute Your Support by Sharing this News: