અમદાવાદના રબારી સમાજના આગેવાનો સહિત યુવાનો દ્વારા અમદાવાદથી રામદેવડા પગપાળા સંઘનું આયોજન કર્યું હતું. જેમાં બુધવારે સવારે આ સંઘ દાંતીવાડા તાલુકામાં પસાર થતા પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પોતાની માનતા પૂર્ણ થતાં દિનેશભાઈ બાસણા,પૂર્વ કોર્પોરેટર અને સ્ટેડિંગ કમિટીના ચેરમેન(અમદાવાદ) જેઓ અમદાવાદથી પગપાળા સંઘ સાથે રણુંજા જઈ રહ્યા હતા. જેમાં આ સંઘ દાંતીવાડા ખાતે આવી પહોંચતા ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન ડીસા બનાસકાંઠા જિલ્લાના સ્થાપક અને રબારી સમાજના યુવા આગેવાન નરસિંહભાઇ હાથીભાઈ દેસાઈ(બાઈવાડા) એ દાંતીવાડા ખાતે પાઘડી પહેરાવીને સન્માન કર્યું હતું. જે પ્રસંગે ડીસાથી સાગર દેસાઈ, જયેશ દેસાઈ (ડીસા) સહિત દાંતીવાડા તાલુકાના યુવાનો ભરતભાઇ રબારી, કરમશીભાઇ દેસાઈ વાધરોલ,કિરણભાઈ રબારી સહિત સમાજના ભુવાજીઓ હાજર રહી પદયાત્રીઓને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.