ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવાયેલ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આગામી ૧૦ જૂન આસપાસ જાહે૨ કરવા માં આવી શકે છે.

શિક્ષણ વિભાગના અધિકારી ના જણાવ્યા અનુસાર ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહના પેપરોની તપાસણી પૂર્ણ થયા કરી દેવામાં આવી છે અને બોર્ડ દ્વારા હાલ બંને પરિણામ તૈયા૨ ક૨વાની કામગીરી આખરી તબકકામાં ચાલી ૨હી છે. આગામી જૂન માસના બીજા સપ્તાહ સુધીમાં આ પરિણામ તૈયાર થઈ ગયા બાદ ૧૦ જૂન આસપાસ ધોરણ ૧૦ અને પછી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું એમ તબકકાવા૨ પરિણામ જાહે૨ થવાની શક્યતા ૨હેલી છે.

Contribute Your Support by Sharing this News: