હવામાન વિભાગે તારીખ 24મીએ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થશે તેવી આગાહી કરી હતી, જે સાચી પડી છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ અને અંકલેશ્વરમાં પણ વરસાદે દસ્તક આપી છે. હવામાન વિગાભની આગાહી સાચી પડી છે અને સવારે તાપ પછી અચાનક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. શહેરમાં રવિવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું. એટલું જ નહીં વરસાદી માહોલ પણ બની ગયો હતો. ત્યારથી જ સુરતવાસીઓ વરસાદની રાહ જોઇ રહ્યાં હતાં. દરમિયાન રવિવારે તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગે તારીખ 24મીએ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થશે તેવી આગાહી કરી હતી. જે સાચી પડી છે. મહત્વનું છે કે રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 32.0 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પવનની ઝડપ પ્રતિકલાક 4 કિલોમીટરની રહી હતી. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 67 ટકા નોંધાયું હતું. વાદળછાયા વાતતાવરણ વચ્ચે રવિવારે દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો.

 સુરત સહિત પલસાણા, બારડોલી, કામરેજ, માંડવીમાં પણ વરસાદ વરસ્યો છે. સોમવારે બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી હતી.

સુરત સહિત પલસાણા, બારડોલી, કામરેજ, માંડવીમાં પણ વરસાદ વરસ્યો છે. સોમવારે બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી હતી. ધોધમાર વરસાદ વરસતાં લોકોએ મન ભરીને તેને માણ્યો હતો.