ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના નવા સમણવા ગામે જવા ના રસ્તે રેલ્વે બ્રીજ આવેલ છે ત્યાં જ્યારે થી રેલ્વે લાઈન આવી ત્યારે થી લોકોને અવર- જવર માં મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. ગ્રામજનો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છતા આજ દીન સુધી કોઈ પણ પ્રકારની પાણી નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવી નહી રેલ્વે બ્રીજ નીચે વરસાદી પાણી છલોછલ ભરાઈ જાય છે ત્યારે શાળા માં ભણતા બાળકો, ને જવા મુશ્કેલી પડે છે ગર્ભ વતી મહિલા ઓ ને પ્રસુતિ દરમ્યાન 108 કે પ્રાઇવેટ સાધન કઈરીતે લઈ જવું તેનો પ્રશ્ન છે,
દૂધ ભરાવવા જતાં પશુપાલકો વગેરે ની અગવડો સામે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગઈ રાત્રે વરસાદ પડતા પાણી ભરાતા સવારે ખેડૂતો દ્વારા સ્વખર્ચે ટ્રેકટર લાવીને પાણી બહાર કાઢી રહ્યા હતા આમ પ્રજાનિ આપવિતી કેવી હશે તે તો રૂબરૂમાં જઈને તંત્ર જોએ ત્યારે ખબર પડે.સમણવા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કાંકરેજ મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી . આ રેલવે નાળા નીચે વરસાદી પાણી નો કાયમી નિકાલ થાય તેવી ગ્રામજનો માંગ ઉઠી છે.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ