પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,ખેડા(તારીખ:૧૪)

મહેમદાવાદ તાલુકાના નેનપુરામાં  ધોરણ ૫ અને  ૮  ભણેલા  બોગસ ડિગ્રી ધારક  ડોક્ટર ઝડપાયા.

શું એકાદ ક્લિનિક પર દરોડા પાડી પ્રજાના આરોગ્ય સાથે સમાધાન થશે .બાકીના ધમધમતા ક્લિનીકનું શું …જૈસે થે ?

ખેડા જિલ્લાના  મહેમદાવાદ તાલુકાના નેનપુરમાં ચાલતા શંકાસ્પદ ડીગ્રી  ધારક ડોક્ટર દ્વારા એક ક્લિનિક ચલાવવામાં આવતું હોવાંનું  ધ્યાને આવતા ખેડા આરોગ્ય વિભાગના અધિકારી ડો  જાગાણીના  માર્ગદર્શન હેઠળ નૌતમ  ક્લિનિકમાં દરોડા પાડવામાં આવ્યા .જે સમયે દરોડા પડ્યા ત્યારે ફેક ડિગ્રી ધારક ડોકટર  સારવાર માટે  આવતા  દર્દીઓને દવા ,ઇન્જેક્શન, ટેબ્લેટ તેમજ બોટલો ચડાવી ને આરોગ્ય સાથે તેમજ જિંદગી  સાથે રમત રમતા હોય

એમ કોઈ પણ પ્રકારના ડર વિના સારવાર કરતા હતા .જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષો થી તેમના પિતા દવાખાનું ચલાવતા હતા પણ તેમના અવસાન બાદ તેમના પુત્ર અને ગામના મિત્ર દ્વારા વારસાગત ધંધો હોય તેમ  વગર ડિગ્રીએ કાયદાની પરવા કર્યા વગર ક્લિનિક ચલાવતા હતા .જેમાં બંને ફેક ડોક્ટર ઝડપાયા, એક ધો.5 અને બીજો માત્ર ધો.8 ભણેલો, છતા લાંબા સમયથી ક્લિનીક ચલાવતા હતા. અધિકારીએ પુછપરછ અને તપાસ કરતા આ બોગસ ડોક્ટરનો ભાંડો ફૂટ્યો હતો  ત્યારબાદ આધિકારીએ આ ક્લિનિક ચલાવતા બંને બોગસ ડોક્ટર ઉપર મહેમદાવાદ પોલીસ ફરિયાદ કરીને આગળની કાર્યવાહી કરવા ગાંધીનગર આરોગ્ય વિભાગ માં જાણ કરેલ ..દેશમાં અને નાના ગામડાઓમાં વગર  ડિગ્રી ધરાવતા બોગસ ડોક્ટર ગરીબ અને પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરીને આર્થિક અને શારીરિક નુકસાન પહોંચાડી રહ્યા છે . જિલ્લાના અધિકારીઓ દ્વારા આવા ક્લિનિક ધરાવતા ફેક ડોક્ટરોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી તાતી જરૂરિયાત છે .તથા આરોગ્ય કેન્દ્રોમાં સરકાર દ્વારા નિયત કરેલ સ્ટાફ પૂર્ણ સમયે તેમની ફરજ નિભાવે છે કે  કેમ  તેની તપાસ ,સરકાર દ્વારા આપવામાં આવેલી દવાઓનો સ્ટોક  ,દર્દીઓને આપવામાં આવતી ફાઈલ વગેરે આકસ્મિક મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહી શરુ કરવામાં આવે તેવી પ્રજાની માંગણી છે .એકાદ ક્લિનિક પર દરોડા પાડી ધંધો બનાવી બેઠેલા ચિંતામુક્ત થઈને બોગસ ડોક્ટર દવાખાના ચાલુ રાખશે કે એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે ..

તસ્વીર અહેવાલ જયદીપ દરજી ખેડા