— ભારતિય બનાવટી વીદેશી દારૂની પેટી નંગ 45 સાથે કુલ કિંમત 2,66,220/- મુદ્દામાલ સાથે ઝડપી પાડયો :
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકા માં આવેલ વામજ ગામે એલ.સી.બી.પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ કડી પોલીસ સ્ટેશન ના વિસ્તારમા પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન ખાનગી તથા સરકારી વાહનમાં ફરતા ફરતા વામજ ગામે બસ સ્ટેન્ડ નજીક પહોચતા તેમને ખાનગી રાહે બાતમી મળતા કે ઠાકોર મણાજી રાયમલજી રહે વડાવી ,કડી જે વિદેશી દારૂ નો વેપાર કરે છે
વીદેશી દારૂનો જથ્થો બહાર થી લાવી વામજ ગામની સીમમાં પટેલ જીવણભાઇ ચીમનભાઈ રહે વામજ હાલ રહે અમેરિકાવાળા નું ખેતર ઉધેડથી વાવેતર કરે છે ખેતરમાં જમીનમાં દાટી સંતાડી રાખે છે જે હકિકત આધારે સદરી જગ્યા ઉપર તપાસ કરતા હિક્કત વાળી જગ્યા ઉપર ખેતરમાં તપાસ કરતા કોઈ હાજર ન મળી આવેલ અને ખેતરમાં વાવેતર વગરનું ખેડેલ હાલતમાં હોય જે ખેતરમાં તપાસ કરતા ભારતિય બનાવટી વીદેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો
ખેતરમાં થી મળી આવેલ ભારતિય બનાવટની વીદેશી દારૂની પેટી નંગ 45 જેમાં કાચની શિલ બંધ બોટલ નંગ 540 જેની કિંમત 2,66,220 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. જેથી ઠાકોર મણાજી રાયમલજી રહે વડાવી વાળાએ વામજ સીમમાં પટેલ જીવણભાઇ ચીમનભાઈ રહે વામજ હાલ રહે અમેરિકા વાળા ના ખેતરમાં પોતાની દેખરેખ હેઠળ ભારતિય બનાવટી વીદેશી દારૂનો જથ્થો જમીનમાં સંતાડી રાખી ને વેપાર કરતા હતો પણ એલ.સી.બી.પોલીસ ના કર્મચારીઓ ને જાણ કરતા ત્યાં રેડ કરી ને દારૂ નો જથ્થો કબજે કર્યા હતો અને ત્યાં હાજર ન મળી આવેલ ઈસમ સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી