મહાત્મા ગાંધીની જન્મજયંતી પર તપસ્યા નારી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો 

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,પાલનપુર
મહાત્મા ગાંધીની જન્મજયંતી પર પાલનપુર ખાતે તપસ્યા નારી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ અતિથી સંતોષભાઇ પુકાર તેમજ ઉપઅધ્યક્ષ વિજલપોર નગરપાલિકા નવસારી, સતીશભાઇ બોલશે, ગુલાબભાઇ કોર્પોરેટર દિનેશભાઇ સૂર્યવંશી હનુમાન મંદિર ટ્રસ્ટી તથા તપસ્યા નારી સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ રિશીદાબેન ઠાકુરના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ યોજાયો હતો.

આ પણ વાંચો – પરેશ ધાનાણીને બળપુર્વક ઉઠાવી અટકાયત કરાઈ, સરકાર ઉપર અનેક સવાલો

જેમાં સ્વચ્છતા અભિયાન અને મહિલા સશક્તિકરણ પર લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તપાસ્યા ન સેવા સમિતિના સભ્ય સંગઠન મંત્રી માધુરીબેન, મહામંત્રી જુલીબેન, લક્ષ્મીબેન,નેહાબેન, તરૂણાબેન, મીનાબેન, સરલાબેન સુનિતાબેન સહિત સભ્યો ઉપસ્થિત રહી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.