ગરવી તાકાત પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસટી દ્વારા ખાલી જગ્યા ઓ ઉપર કરાર આધારિત ભરતી માટે ઉમેદવારોના ફોર્મ નો રાફડો ફાટયો છે.ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધી લેબ આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત વિવિધ જગ્યાઓ મળી કુલ ૯૩ જગ્યાઓ માટે ૫૩૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
ઉત્તર ગુજરાત યુનિવસટી કેમ્પસમાં કાયરત સેલ ફાઈનાન્સ વિભાગોમાં દર વર્ષે કરાર આધારીત સ્ટાફની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે . આ વર્ષે સ્ આસિસ્ટન્ટ પ્રોફેસર થી લઈ લેબ આસિસ્ટન્ટ , એન્જિનિયર , લીગલ ઓફિસર , કોચ ગૃહપતિ જેવી ઉચ્ચ કક્ષાની પોસ્ટ પર ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે.
જેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૪ જૂન સુધીની આપવામાં આવી હતી.મુદત પૂર્ણ થતાં કુલ ૯૩ જગ્યાઓ કુલ ૫૩૬ ઉમેદવારોએ વિવિધ જગ્યાઓ માટે ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળ્યું છે. ફોર્મ ભરનાર ઉમેદવારો ના ઇન્ટરવ્યૂની તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવનાર હોવાનુ યુનિવસટી નાં મહેકમ અધિકારી ડા. ચિરાગ પટેલે જણાવ્યું હતું.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ