ગુજરાત લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આજથી શુભારંભ

શેર કરવા અહીં ક્લિક કરો.

7મી મે ના રોજ યોજાનારી ત્રીજા તબકકાની ચુંટણી માટેની પ્રક્રિયાનો પ્રારંભ

ગુજરાતની 26 સહિત 94 બેઠકોનું ચુંટણી જાહેરનામુ પ્રસિદ્ધ થતાં ચૂંટણી ફોર્મ ભરવાના શ્રી ગણેશ કરાયાં 

તા.19 એપ્રિલ સુધી ફોર્મ ભરાશે: 22મીએ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે: આસામ, ઉતરપ્રદેશ, બિહાર, છતીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત 12 રાજયો-કેન્દ્ર શાસીત પ્રદેશોની બેઠક સામેલ

ગરવી તાકાત, ગાંધીનગર તા. 12 – ગુજરાતની 26 સહિત 12 રાજયોની 94 લોકસભા બેઠકોની ત્રીજા તબકકામાં યોજાનારી ચુંટણીનું જાહેરનામુ આજે જારી થવા સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચુંટણી માટે પણ જાહેરનામુ બહાર પડયુ છે.  દેશમાં સાત તબકકામાં યોજાનારી લોકસભા ચૂંટણી માટે પ્રથમ મતદાન 19 એપ્રિલે યોજાવાનુ છે અને તબકકાવાર મતદાન માટે અલગ-અલગ પ્રક્રિયા આગળ ધપી જ રહી છે. આજથી 7 મે એ યોજાનારી ત્રીજા તબકકાની ચુંટણી માટેની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.

ત્રીજા તબકકામાં કુલ 12 રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોની 94 બેઠકો માટે ચુંટણી યોજાવાની છે તેમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ સિવાય આસામની 14, ઉતરપ્રદેશની 10, બિહારની પાંચ, છતીસગઢની સાત, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11 તથા મધ્યપ્રદેશની આઠ બેઠકોનો સમાવેશ થાય છે.

Uttarakhand Election 2022 : वोटर साइलेंट तो प्रत्याशियों की बढ़ी धुकधुकी, जीत-हार की माथापच्ची में बीत रही सुबह-शाम - The candidates are restless till the election results ...

ત્રીજા તબકકાની ચુંટણીનુ જાહેરનામુ જારી થવા સાથે જ ફોર્મ ભરવાનું શરૂ થયું છે. ફોર્મ ભરવા, ચકાસણી, પાછા ખેંચવા સહિતની પ્રક્રિયા 22મી એપ્રિલ સુધી ચાલશે. ચુંટણી જાહેરનામા અંતર્ગત આજથી ઉમેદવારીપત્રક ભરવાનું શરૂ થયુ છે અને 19 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. 20મી એપ્રિલે ઉમેદવારીપત્રકોની ચકાસણી થશે. 22મી સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે અને 7મી મે ના રોજ મતદાન યોજાશે. 4થી જૂને મતગણતરી થશે. 6 જૂને સમગ્ર ચુંટણી પ્રક્રિયા પુર્ણ થશે.

ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણી જાહેર થવા સાથે ગત માસથી જ આચારસંહિતા અમલી બની જ ગઈ છે. હવે ચુંટણી પ્રક્રિયા શરૂ થતા રાજકીય પક્ષો- નેતાઓનો પ્રચાર વધવાનું સ્પષ્ટ છે. રાજકીય પક્ષો તથા ચૂંટણી લડવા માંગતા અન્ય ઉમેદવારો હવે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વ્યસ્ત બનવાનું સ્પષ્ટ છે. 22મીએ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ પ્રચાર પરાકાષ્ટાએ પહોંચવા લાગશે.

ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટકકર છે. ભાજપ દ્વારા તમામ 26 બેઠકોના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસે હજુ 24માંથી 4 ઉમેદવાર જાહેર કર્યા નથી. રાજકોટ, અમદાવાદ પુર્વ સહિત ચાર બેઠકોના ઉમેદવારનો પેચ હજુ ફસાયેલો છે. ગઠબંધનના ભાગરૂપે કોંગ્રેસે ભાવનગર તથા ભરૂચ બેઠકો આમ આદમી પાર્ટીને ફાળવી હોવાનું ઉલ્લેખનીય છે. ‘આપ’ દ્વારા અગાઉથી જ બન્ને બેઠકોના ઉમેદવાર નકકી કરી દેવાયા હતા.

સૂત્રોના કહેવા પ્રમાણે 22મીએ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થવા સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને ટોચના રાજકીય નેતાઓના ચુંટણી પ્રચાર પ્રવાસ શરૂ થઈ જવાના નિર્દેશ છે. વડાપ્રધાન ગુજરાતના ચારેય ઝોનમાં એક-એક જાહેરસભા યોજે તેવા નિર્દેશ છે. રાજકોટમાં ઉમેદવાર પરસોતમ રૂપાલાનો વિવાદ સમવા રાજયમાં પ્રસર્યો હોવાથી તેઓની પ્રચાર શરૂઆત રાજકોટથી થઈ શકે છે.

ગુજરાત લોકસભાની ચૂંટણીની સાથો સાથે ખાલી પડેલી વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી 
ગુજરાતની લોકસભાની 26 બેઠકોની સાથોસાથ ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો માટે પણ 7મી મે ના રોજ પેટાચૂંટણી યોજાવાની છે અને તેનુ નોટીફીકેશન પણ આજે જારી કરવામાં આવ્યુ હતું. પોરબંદર, માણાવદર, વાઘોડીયા, વિજાપુર તથા ખંભાત એવી પાંચ બેઠકોના ધારાસભ્યોએ રાજીનામા આપીને પક્ષપલ્ટો કર્યો હતો. આ પાંચેય બેઠકોમાં પેટાચૂંટણી થવાની છે

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.