અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રામગઢી જુથની સુરદેવી પ્રા.શાળાના શિક્ષક રાજેશકુમાર સોલંકીને શિક્ષક દિન નીમીત્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરાતા આનંદની લાગણી પ્રસરી છે.

ગરવીતાકાત,અરવલ્લી: સુરદેવી પ્રા.શાળાના આચાર્ય રાજેશકુમાર ચિમનલાલ સોલંકી શાળા અને અભ્યાસ પ્રત્યે પહેલેથીજ ઉત્સાહી અને કાર્યકુશળ નીવડ્યા છે જે શાળાના અભ્યાસ સહીતની સાંસ્કૃતિક પ્રવૃતીઓમાં પણ વિદ્યાર્થીઓને ખુબજ સારી રીતે માર્ગદર્શન આપી હંમેશા શાળાને અગ્રેસર રાખવાનો પ્રયાસ શાળાના આચાર્ય રાજુભાઈ ધ્વારા કરવામાં આવે છે ત્યારે આવી તમામ પ્રવૃતીઓને ધ્યાને લઈ શિક્ષણ વિભાગ ધ્વારા સુરદેવી પ્રા.શાળાના આચાર્ય રાજુભાઈ ચીમનલાલ સોલંકીને મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે અરવલ્લી જીલ્લા પ્રભારી મંત્રી રમણલાલ પાટકરના વરદહસ્તે પ્રશસ્તિપત્ર સાલ અને શિલ્ડ ધ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરાતા શાળા પરીવારે અને સમગ્ર મેઘરજ તાલુકા શિક્ષણ વિભાગે આચાર્ય રાજુભાઈ સોલંકીને અભિનંદન પાઠવ્યા છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી