— તા.૨૫-૪-૨૦૨૨ પછી પટોસણ ગામ સંપૂર્ણ દારૂ મુક્ત થશે તેવી પોસ્ટ વાયરલ :
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાનું પટોસણ ગામ હવે દારૂમુક્ત ગામ બનવા જઇ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. યુવા ધન બચાવો.. ગામને બરબાદ થતું બચાવો.. અને પટોસણ ગામ.. દારૂમુક્ત ગામ.. જેવા સૂત્રો સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.
બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂબંધી થાય અને લોકો દારૂ જેવું વ્યસન કરી પોતાના જીવનને બરબાદ ન કરે તે માટે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે પાલનપુર તાલુકાનું પટોસણ ગામ પણ સંપૂર્ણ દારૂ મુક્ત બને તે માટે હવે
જાણે અભિયાન છેડાવા જઈ રહ્યું છે. નશાબંધી અને આબકારી કચેરી નિયામકની ઓફિસના સરનામા સાથેની અને ૨૫ એપ્રિલ પછી પટોસણમાં દારૂની હેરાફેરી કે વેચાણ કરતા માલુમ પડશો તો કાર્યવાહી કરવામાં આવશે તેવી પોસ્ટ વાયરલ થઈ છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર